- અટલ સરોવર ખાતે યોજાઈ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક
- બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન
- ACBની ટીમે ખૂબ સારી કામગીરી કરીઃ જયમીન ઠાકર
RMC: રાજકોટ મહાનગરપાલિકા છેલ્લા ઘણાં સમયથી વિવાદ બાદ ચર્ચામાં રહીં છે. પહેલા અગ્રિકાંડ બન્યો જેમાં અનેક લોકોના જીવ હોમાયા હતા. ત્યાર બાદ રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર એબી મારૂ 1.80 લાખની લાંચ લેતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ છે. નોંધનીય છે કે, અટલ સરોવર ખાતે યોજાઈ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ છે.
– રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
– બેઠકમાં 57 દરખાસ્તમાંથી એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી
– બેઠકમાં 45 કરોડ 55 લાખથી વધુના વિકાસના કામોને મંજૂરી અપાઇ #Rajkot #RMC #RajkotNews #GujaratFirst #Gujarat— Gujarat First (@GujaratFirst) August 13, 2024
આ પણ વાંચો: રાજ્યભરમાંથી 134 ગેરહાજર Teachers બરતરફ કરાયા, 58 ને નોટિસ! Gujarat First નાં અહેવાલનો પડઘો!
બેઠકમાં 45 કરોડ 55 લાખથી વધુના વિકાસના કામોને મંજૂરી
સ્ચેન્ડિંગ કમિટીની બેઠકની વાત કરવામાં આવે તો, બેઠકમાં 57 દરખાસ્તમાંથી એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બેઠકમાં 45 કરોડ 55 લાખથી વધુના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે આ અંગે પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં અનેક પ્રકારના ખુલાસાઓ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Jetpur : રોડ પર બાઈકચાલકનો મૃતદેહ મળ્યો, મિત્રનો વાડીમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં શવ મળતા તર્ક-વિતર્ક
નિલ મારુએ જેટલી NOC આપી તેની તપાસ થશેઃ જયમીન ઠાકર
બેઠકની વિગતે વાત કરવામાં આવે તો, જયમીન ઠાકરે જણાવ્યું કે, અત્યાર સુધીમાં અગ્નિકાંડની ઘટનાને લઈને કુલ 14 લોકોને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ટીઆરપી અગ્રિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. આ સાથે હમણાં આરએમસી ફાયર ચીફ ઓફિસ લાંચ લેતા ઝડપાયા હતાં. તે અંગે વિગતો આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે, અનિલ મારુને લાંચ લેતા ઝડપી પાડી જેલ હવાલે કરાયો છે. આ સાથે અનિલ મારુએ જેટલી NOC આપી તેની પણ તપાસ કરવામાં આવશે. નોંધનીય છે કે, જયમીન ઠાકરે ACBની ટીમ કામગીરીના ખૂબ વખાણ પણ કર્યા હતાં.
આ પણ વાંચો: Vande Metro Train : ગુજરાતીઓ આનંદો… હવે પટરી પર જલદી દોડશે વંદે મેટ્રો ટ્રેન, જાણો તેના અંગે