- રામ મોકરિયાની ઓફિસને ફાયર સેફ્ટીને લઇને નોટિસ
- મારૂતિ કુરિયરના કોર્પોર્ટર હાઉસમાં ફાયર NOC ન હોવાનો ઘટસ્ફોટ
- સાંસદે બે દિવસની મુદત બાકી હોવાનું જણાવતા સીલ ન માર્યું
Rajkot: રાજકોટથી અત્યારે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરિયાની ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, રામ મોકરિયાની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસ (Rajkot)માં ફાયર એનઓસી ન હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. સાંસદ દ્વારા બે દિવસની મુદત બાકી હોવાનું જણાવતા મહાપાલિકાની ટીમે સીલ માર્યુ નથી.
નેતાજી માટે નિયમો હોતા જ નથી!#rajkot #rammokariya #fire #gfcard #gujaratfirst pic.twitter.com/gfRjIxacnm
— Gujarat First (@GujaratFirst) August 9, 2024
આ પણ વાંચો: ‘તારે મારી સાથે જ…’ સગા બાપે દીકરી સાથે કર્યું એવું કે સગીરા પહોંચી પોલીસ સ્ટેશન
મહાપાલિકા ભાજપના સાંસદ સામે નત મસ્તક કેમ થઈ ગઈ?
નોંધનીય છે કે, અગાઉ ફાયર શાખા સામે સાંસદ રામ મોકરિયાએ લાંચનો આક્ષેપ લગાવ્યો હતો. આખા રાજકોટ (Rajkot)માં ફાયર NOC વગરના એકમોને સીલ લગાવતી મહાપાલિકા ભાજપના સાંસદ સામે નત મસ્તક કેમ થઈ ગઈ? આખરે નેતાને કેમ સાચવવામાં આવે છે? નાગરિકો માટે અને વીઆઇપી નેતાઓ માટે નિયમો જુદા જુદા હોવાની લાગણી રાખી હોવાનું સામે આવ્યું છે. આ માટે સામાન્ય લોકો અને નેતાઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે? શું કાયદાઓ માત્ર સામાન્ય લોકો માટે જ છે?
આ પણ વાંચો: આદિવાસીઓને લઈ BJP- કોંગ્રેસ આમને-સામને, દિગ્ગજ નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ
સાંસદે બે દિવસની મુદત બાકી હોવાનું જણાવતા સીલ ન માર્યું
રાજકોટ (Rajkot) રાજ્યસભાના સાંસદની ઓફિસને ફાયરની નોટિસ તો આપી દેવામાં આવી પરંતુ સીલ કેમ નથી મારવામાં આવ્યું. મળતી વિગતો પ્રમાણે રામ મોકરિયાની ઓફિસને ફાયર સેફ્ટીને લઇને નોટિસ આપવામાં આવી છે. મારૂતિ કુરિયરના કોર્પોર્ટર હાઉસમાં ફાયર NOC ન હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેને લઈને નોટિસ આપવામાં આવી હતી. પરંતુ સાંસદે બે દિવસની મુદત બાકી હોવાનું જણાવતા સીલ ન માર્યું. નોંધનીય છે કે, અગાઉ Rajkot ફાયર શાખા સામે સાંસદે લાંચનો આક્ષેપ લગાવ્યો હતો. પરંતુ ફાયર વિભાગ દ્વારા માત્ર નોટિસ આપવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ સીલ મારવા માટે ગઈ ત્યારે નેતાઓ હજી મુદત બાકી હોવાનું કહેતા ટીમ પરત ફરી હતી.
આ પણ વાંચો: BJP નેતાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું – તેમનાં શાસનમાં તો..!