+

Rajkot: સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે આચાર્યે પોતાની ગાડી સાફ કરવી, Video થયો Viral

Rajkot: સરકાર બાળકોને ભણાવવા માટે કરોડનો ખર્ય કરી રહીં છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ ઘણી એવી શાળાઓ છે જ્યા બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. વિગતે…

Rajkot: સરકાર બાળકોને ભણાવવા માટે કરોડનો ખર્ય કરી રહીં છે. લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ ઘણી એવી શાળાઓ છે જ્યા બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજકોટ તાલુકાના મઘરવાડા (Magharwada) ગામની સરકારી પ્રાથમિક શાળા (Government Primary school)માં વિદ્યાર્થીઓ પાસે આચાર્યની ગાડી સાફ કરવાનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. અહીં પ્રશ્ન એ થાય છે કે, શાળાના શિક્ષકો અને ખાસ કરીને આચાર્ય બાળકો પાસે કેમ પોતાના કામ કરાવી રહ્યા છે?

બાળકો પાસે આચાર્ય પોતાની કાર ધોવડાવી રહ્યા છે

નોંધનીય છે કે, સ્કૂલમાં નાના ભુલકાઓ પાસે મજૂરી કરાવતા હોવાનો ચોકાવનારા વીડિયો સામે આવ્યો છે. આ સાથે સાથે શું આવી રીતે ગુજરાત ભણશે? શાળાઓમાં શિક્ષકો બાળકો પાસે ભણતરને બદલે મજૂરી કામ કરાવી રહ્યા છે. જે ખુબ જ ખરાબ બાબત છે. શાળાની સાફ સફાઈ કરવાનું કામ બાળકોનું નથી. નોંધનીય છે કે, શાળાઓના તમામ કામો જેમ કે, સાફ-સફાઈ-લેબર વર્ક જેવા અનેક જાતની સરકાર ગ્રાન્ટો આપે છતા બાળકો સાથે મજૂરી કરવાના કિસ્સાઓનો દોર હજુ શરૂ તે શરમજનક બાબત છે.

બાળકો પાસે મજૂરી કામ કરાવવું કેટલું યોગ્ય છે?

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે કડક કાર્યવાહી કરવા રાજકોટ ડીપીઈઓને રજૂઆત કરી છે. એક વિદ્યાર્થીનેતાએ કહ્યું કે, ‘શિક્ષકો વિદ્યાર્થીઓને બાળમજૂરી કરવી ગુનો છે તેવા પાઠ ભણાવે છે પરંતુ અનેક શાળાઓ આ રીતે બાળકોનુ શોષણ અને અત્યાચાર કરે છે કલંકિત બાબત કહેવાય.’ નોંધનીય છે કે, આવી રીતે બાળકો પાસે કામ કરાવવું એ ગુનો છે. આને આવા પાઠ ખુબ શિક્ષકો બાળકોને ભણાવતા હોય છે. પરંતુ અહીં તો ખુદ શિક્ષકો જ બાળકો સાથે મજૂરી કામ કરાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ મઘરવાડાની આ સરકારી શાળામાં તો બાળકો પાસે આચાર્ય પોતાના ગાડી ધોવડાવી રહ્યા છે. તો શું આ યોગ્ય છે?

આ પણ વાંચો: Sex Racket : સૌરાષ્ટ્રમાં યુવકનો આપઘાત, અમદાવાદના કાફે માલિક સહિત 3ની ધરપકડ

આ પણ વાંચો: Surat: આગાહીના પગલે આજે પણ મેઘાની ઇનિંગ યથાવત, શહેર વરસાદી માહોલમાં ફેરવાયું

આ પણ વાંચો: Rajkot: ધોરાજીમાં ફરી વરસાદની એન્ટ્રી, પાટણવાવ બેટમાં ફેરવાઈ ગયું

Whatsapp share
facebook twitter