- અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો
- અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ખાબક્યો ભારે વરસાદ
- આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી
Rain in Gujarat : રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) સહિત વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં એસ.જી. હાઈવે, ચાણક્યપુરી (Chanakyapuri), ઘાટલોડિયા, રાણીપ, નવરંગપુરા સહિત પૂર્વ અને પશ્ચિમના વિસ્તારમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે પડી રહેલા વરસાદના કારણે વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા (Narmada), તાપી, સુરત (Surat), નવસારી, ડાંગમાં વરસાદ ખાબકી શકે છે.
આ પણ વાંચો – Gondal: 108 ટીમની સતર્કતા! યુદ્ધના ધોરણે સ્થળ પર જ સગર્ભાની પ્રસુતિ, જોડિયા બાળકોનો થયો જન્મ
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ
અમદાવાદમાં (Ahmedabad) આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. એસ.જી. હાઇવે. ચાણકપુરી, ઘાટલોડિયા (Ghatlodia), ચાંદલોડિયા, રાણીપ (Ranip) સહિતનાં વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વિસ્તારમાં પાણી ભરાયા છે. અચાનક પડી રહેલા વરસાદનાં કારણે વાહનચાલકોને ભારે હાલાકી થઈ છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમનાં કેટલાક ભાગોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જ લોકોને ભારે બફારાથી રાહત મળી છે.
– અમદાવાદના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો
– અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો
– શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો
– SG હાઈવે, ચાણક્યપુરી, ઘાટલોડિયા, રાણીપમાં વરસાદ
– વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને બફારાથી રાહત
– આગામી બે દિવસ રાજ્યમાં વરસાદની…— Gujarat First (@GujaratFirst) October 19, 2024
આ પણ વાંચો – VADODARA : સિરામિક ટાઇલ્સની આડમાં લવાતો દારૂ ઝબ્બે, ગ્રામ્ય LCB નો સપાટો
આગામી 2 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી (Rain in Gujarat) કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લોકલ કન્વેક્શન એક્ટિવિટીનાં કારણે વરસાદ ખાબકી શકે છે. નર્મદા, તાપી (Tapi), સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી (Amreli) સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરનાં પગલે સૌરાષ્ટ્રનાં કેટલાક જિલ્લામાં ભારેથી હળવા વરસાદની શક્યતાઓ છે. તેમ હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ (Abhimanyu) એ જણાવ્યું હતું.