+

Rajkot: ધોરાજીમાં ફરી વરસાદની એન્ટ્રી, પાટણવાવ બેટમાં ફેરવાઈ ગયું

Rajkot: રાજ્યભરમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટ (Rajkot)ના ધોરાજીમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે ધોરાજીના પાટણવાવ (Patanvan)માં પણ ભારે…

Rajkot: રાજ્યભરમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજકોટ (Rajkot)ના ધોરાજીમાં ફરી વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે ધોરાજીના પાટણવાવ (Patanvan)માં પણ ભારે ધોધમાર વરસાદ (Heavy Rains) નોંધાયો છે. નોંધનીય છે કે, એક કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થઈ ગયું છે. ઠેર ઠેર અત્યારે પાણી ભરાઈ ગયા છે. મહત્વની વાત તો એ છે કે, અત્યારે, ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

પાટણવાવથી ધોરાજી તરફના રસ્તા પર પાણી ભરાયા થયા

નોંધનીય છે કે, ભારે વરસાદને કારણે પાટણવાવ બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં પાટણવાવથી ધોરાજી તરફના રસ્તા પર પાણી ભરાયા થયા છે. આ સાથે સાથે રાજકોટ (Rajkot) જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ (Patanvan)માં આજે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. અહીં અત્યારે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હજુ વરસાદી પાણી તો ગયા પણ નથી ત્યા ફરી વરસાદ થતા પાટણવાવ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, પાટણવાવમાં એક કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થઈ ગયું છે.

ઓસમ ડુંગર પર પણ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

જો કે, ભારે વરસાદના કારણે પાટણવાવના ઓસમ ડુંગર પર પણ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ સાથે વરસાદની થોડી ખરાબ અસરો પણ જોવા મળી છે. જેમ કે, વરસાદને પગલે ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોઈ એવા દ્ર્શ્યો સામે આવ્યા છે. એટલું જ નહીં પરંતુ પાટણવાવથી ધોરાજી તરફ આવતા રસ્તા પર પાણી ભરાયાં હતા. જેના કારણે અત્યારે લોકોને ભારે તકલીફ પડી રહીં હોય તેવું સામે આવ્યું છે. ગામ બેટમાં ફેરવાતા અત્યારે લોકોને ભારે હાલાકી પડી રહીં છે.

આ પણ વાંચો: Surat: જોત જોતામાં દીવાલ થઈ ગઈ ધરાશાયી, ઘટના સિસિટિવીમાં થઈ કેદ

આ પણ વાંચો: Amreli: ધૂધળા વિકાસની નિશાની! 23 વર્ષથી લોકાર્પણના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે ખાંભાનું એસટી ડેપો

આ પણ વાંચો: કોણ છે કમલા હેરિસ? જે બની શકે છે US રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Whatsapp share
facebook twitter