- કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ
- લોકોની સુરક્ષા માટે પોલીસ કાફલો મુકી દેવામાં આવ્યો
- નર્મદા નદીના દશાશ્વમેઘ ઘાટ ઉપર સતત પાણીની આવક થઈ
Bharuch: ભરૂચ (Bharuch) જિલ્લામાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. જેના કારણે નર્મદા નદીમાં નવા નીર આવતા નર્મદા નદી તેના સ્વરૂપમાં બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જેના પગલે કાંઠા વિસ્તાર ઉપર લોકો અવરજવર ન કરી શકે તે માટે પોલીસ કાફલો પણ મૂકવાની ફરજ પડી ગઈ છે. આ સાથે દશામાના વિસર્જન માટે પણ તંત્ર સાવચેતીના ભાગરૂપે પ્રયાસો કરે તે પણ જરૂરી છે.
આ પણ વાંચો: Gujarat ACB : ઇન્ચાર્જ ફાયર ઑફિસર અને પરિવાર માટે ઑગસ્ટ મહિનો અપશુકનિયાળ
નર્મદા નદીમાં સતત નવા નીર આવતા નર્મદામાં પાણીની આવક
ઉપરવાસમાં સતત ભારે વરસાદના પગલે અનેક જળાશયોમાં નવા નીરની આવક થવાના કારણે ઘણા જળાશયો છલકાયા પણ છે જેના કારણે અનેક જળાશયોમાં પાણીની આવક થવાના કારણે નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં પણ સતત પાણીની આવક થવાના કારણે ડેમમાંથી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે નર્મદા નદીમાં સતત નવા નીર આવતા નર્મદામાં પાણીની આવક થઈ છે. જેના પગલે કાંઠા વિસ્તારના ખેડૂતો ગ્રામજનોને એલર્ટ કરવા સાથે સાવચેત રાખવામાં આવ્યા છે. સતત પાણી નર્મદા (Bharuch)માં વહેતા થતા નર્મદા અસલ તેના સ્વરૂપમાં બે કાંઠે વહેતી જોવા મળતા અદભુત નરનમ્ય દ્રશ્યો પણ નર્મદાના કાંઠા વિસ્તાર ઉપર જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: મહિલાઓએ જાણવું જરૂરી છે! આ જાણકારી નહીં હોય તો થશે ચામડીનો રોગ
દશામાંના વ્રત અંતિમ ચરણમાં છે
એક તરફ દશામાં વિસર્જનને પણ ગણતરીનો સમય રહ્યો છે અને નર્મદા નદીમાં દશામાંનું વિસર્જન કરવામાં આવતું હોય છે. કાંઠા વિસ્તારોમાં ઘણી વખત દશામાના વિસર્જનને લઇ લોકો પહોંચતા હોય છે. હાલમાં દશામાંના વ્રત અંતિમ ચરણમાં છે અને ભક્તિ ભાવપૂર્વક સાથે લોકો દશા માતાજીની ઉપાસના કરી રહ્યા છે. મંગળવારની રાત્રીએ જાગરણ બાદ બુધવારની મધ્યરાત્રીએ દશામાની વિસર્જન યાત્રાઓ નીકળનાર છે અને નર્મદા નદી સુધી પહોંચનાર છે. નર્મદામાં પાણીની આવક થવાના કારણે વિસર્જનમાં પણ વિઘ્ન ન આવે અને શાંતિપૂર્ણ માહોલમાં ભક્તો દશામાનું વિસર્જન કરી શકે તેવા પ્રયાસો પણ તંત્ર દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી છે.
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો: Bhavnagar: ‘અમારે ભણવું છે મરવું નથી’ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ 76 વિદ્યાર્થીઓ