- પ્રેમી યુવકની યુવતીના 11 સંબંઘીઓએ કરી હતી હત્યા
- રવી માનેવાડિયાનું યુવતીના કાકાઓ સહિત 11 લોકોએ અપહરણ કર્યુ હતું
- આખરે હત્યાના ગુનામાં તમામ આરોપીઓની પોલીસે કરી ધરપકડ
Morbi: મોરબીમાં થોડા દિવસ પહેલા એક યુવકની હત્યા થઈ હતી. જે મામલે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે હત્યાની ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં હત્યાના આરોપમાં કુલ 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, મોરબી (Morbi)માં યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતા યુવક વિજય ઉર્ફે રવી માનેવાડિયાનું યુવતીના કાકાઓ સહિત 11 લોકોએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ ધોકા વડે ઢોર માર મારીને વિજયની હત્યા કરવામાં આવી હતી. જે મામલે મોરબી સિટી બિ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તમામ 11 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
– મોરબીમાં પ્રેમસંબંધમાં થયેલી યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ
– યુવતીના કાકા સહિત 11 આરોપીઓની ધરપકડ
– વિજય ઉર્ફે રવિ માનેવાડિયા નામના યુવકની થઈ હતી હત્યા
– આરોપી પ્રવીણ અને હકાની ભત્રીજી સાથે મૃતકને હતો પ્રેમ
– યુવતીના પરિવારને પ્રેમસંબંધની જાણ થતાં કરી હત્યા#morbi #murdercase…— Gujarat First (@GujaratFirst) October 13, 2024
આ પણ વાંચો: VADODARA : જાંબુઆ બ્રિજ પાસે અકસ્માત બાદ કાર ચઢાવી દેવાનો પ્રયાસ
યુવકનું પહેલા અપહરણ કર્યું અને પછી કરી હત્યા
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મોરબી (Morbi) પંથકમાં ગત રાત્રિએ યુવાનનું અપહરણ કરી હત્યા કર્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. શહેરના ઇન્દિરા નગરમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે રહેતા 23 વર્ષીય યુવાનનું અનેક શખ્સો દ્વારા અપહરણ કરી લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ બેલા ગામ નજીક ધોકા વડે બેફામ માર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે, મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે 11 જેટલા લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મકાન માલિકો થઈ જજો સાવધાન! Gujarat Police આવશે તમારા ઘરે!
પોલીસે કુલ 11 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો
આરોપીઓની વાત કરવામાં આવે તો, પ્રવીણ ઉર્ફે જગો અદગામા, નરેશ વાઘેલા, કિશોર વાઘેલા, વિશાલ બાવરવા, હરખજી ઉર્ફે હકો અદગામા, કાનો હરખજી અદગામા, જયેશ અદગામા, સુનીલ જોગડિયા, મનીષ દંતેસરિયા, મેરુ કરોતરા અને સીયારામ યાદવ નામના ઈસમો વિરુદ્વ ગુનો દાખલ કરી તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પ્રવીણ અને હકાની ભત્રીજી સાથે મૃતકને પ્રેમ સબંધ હોવાની જાણ થતાં અન્ય આરોપીઓ સાથે મળી હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: VADODARA : કર્ણાટકથી અપહ્યત સગીરાને મુક્ત કરાવતી પોલીસ, આરોપી ઝબ્બે