Corruption : પોણા બે મહિનાથી Gujarat ACB ના લાંચ કેસમાં ફરાર ખાણ-ખનિજ વિભાગના મદદનીશ નિયામક નરેશ જાની તપાસ એજન્સીના શરણે આવ્યા છે. 11 જૂનના રોજ ભ્રષ્ટાચારી નરેશ જાનીના વચેટિયા કમ વહીવટદારને એસીબી ટીમે 2 લાખની લાંચ લેતા સુરત ખાતેથી રંગે હાથે ઝડપ્યો હતો. ભૂતકાળમાં કેટલાંક Corruption કેસમાં આરોપીઓ Team ACB ને થાપ આપવામાં સફળ રહ્યાં છે. જો કે, આખરે આ લાંચીયા બાબુઓ કાયદાકીય લડતમાં હારીને જેલના સળિયા ગણવા મજબૂર બને છે. એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) ની પ્રાથમિક તપાસમાં નરેશ જાની ખાણ માફિયાઓ પાસેથી મહિને મસમોટા હપ્તા ઉઘરાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ખનિજ માફિયાઓ (Mineral Mafia) પાસેથી લાખોના હપ્તા ઉઘરાવતો નરેશ જાની કેમ અદાલતમાં હાજર થયો. વાંચો આ અહેવાલમાં…
ACB એ શું નોંધી હતી ફરિયાદ ?
સુરતના ભાઠા વિસ્તારમાં રોયલ્ટી પરમિટ (Royalty Permit) આધારે રેતી ખનનનું કામ કરતા વેપારીએ એસીબી ગુજરાતને ફરિયાદ કરી હતી. ખાણ-ખનિજ વિભાગના ફલાઈંગ સ્કવૉડ (Flying Squad) ના મદદનીશ નિયામક નરેશ જાની અને જાનીના વહીવટદાર કપિલ પ્રજાપતિએ ખનનની કામગીરીમાં હેરાન નહીં કરવા પેટે 2 લાખની લાંચ માગી હતી. ખનનની કામગીરી કરતા વેપારીએ એસીબીના અધિકારી સમક્ષ લાંચ માગ્યાનો પ્રાથમિક પૂરાવો પણ રજૂ કર્યો હતો. જેના આધારે ટીમ એસીબીના બે પોલીસ ઈન્સ્પેક્ટરે સુરત શહેરમાં ગત 11 જૂનના લાંચનું છટકું (Bribery Trap) ગોઠવ્યું હતું. એસીબીની ટ્રેપમાં કપિલ પ્રજાપતિ 2 લાખ રૂપિયાની લાંચ લેતા સ્થળ પર રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ મામલે ખાણ-ખનિજ વિભાગના (Mines and Minerals Department) ના અધિકારી નરેશ જાની અને કપિલ પ્રજાપતિ સામે ACB Gujarat એ ગુનો નોંધી કપિલની ધરપકડ કરી હતી.
આગોતરા મેળવવામાં નરેશ રહ્યો નિષ્ફળ
સુરતના જુના સિમાડા રોડ યોગી ચોક વિસ્તારમાં લાંચના રૂપિયા લેતાં કપિલ પ્રજાપતિ ઝડપાઈ ગયો હોવાની ગંધ નરેશ જાનીને આવતા તે ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. નરેશ જાની (Naresh Jani) એ ધરપકડથી બચવા તમામ મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરી દીધા હતા. નરેશ જાનીને શોધવા એસીબીની ટીમ ભાવનગર ખાતે રહેતા તેના પરિવાર સુધી પણ પહોંચી હતી. જો કે, નરેશ જાની ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. ધરપકડથી બચવા નરેશ જાનીએ આગોતરા જામીન મેળવવા સુરત સેશન્સ કોર્ટ (Surat Sessions Court) માં કરેલો પ્રયાસ નિષ્ફળ રહેતા ગુજરાત હાઇકોર્ટ (High Court Gujarat) ના દ્વાર ખખડાવ્યા હતા. હાઇકોર્ટ જસ્ટીસનું વલણ જોતાં નરેશ જાનીના એડવોકેટે આગોતરા જામીન અરજી ગત 23 જુલાઈના રોજ પરત ખેંચી લીધી હતી.
જાનીનું સરકારી ID વચેટિયા પાસેથી મળ્યું
Anti Corruption Bureau ની ટુકડીએ સુરત સરથાણાની સંસ્કાર વિલા સોસાયટીમાં રહેતા કપિલ પ્રજાપતિને રંગે હાથ પકડી તલાશી લીધી હતી. કપિલ પ્રજાપતિની તલાશી દરમિયાન તેની પાસેથી બે મોબાઈલ ફોન તેમજ રોકડ મળી આવી હતી. આ ઉપરાંત નરેશ જાનીનું સરકારી ઓળખપત્ર (Government ID) ની નકલ કપિલ પ્રજાપતિની કારમાંથી મળી આવતા Team ACB પણ ચોંકી ગઈ હતી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, કપિલ પ્રજાપતિ નરેશ જાનીનું અસલ ઓળખપત્ર બતાવીને દક્ષિણ ગુજરાતના ખનિજ માફિયાઓ પાસેથી Corruption ના કાળા નાણા ઉઘરાવતો હતો.
આરોપીના મોબાઈલ ફોનથી ખૂલ્યા રાઝ
નરેશ જાનીના વચેટિયા કપિલ પાસેથી એસીબીના અધિકારીને મળી આવેલા મોબાઈલ ફોને અનેક રાઝ ખોલ્યાં છે. મોબાઈલ ફોનમાં રહેલા રેર્કોડિંગ અને મળેલા દસ્તાવેજ-હિસાબોના આધારે નરેશ જાની વતી કપિલ મહિને એકાદ કરોડ રૂપિયાના હપ્તા ખનિજ માફિયાઓ પાસેથી ઉઘરાવતો હતો. સૂત્રોના જણાવ્યાનુસાર ખનિજ માફિયાઓ પાસેથી હપ્તા ઉઘરાવવા માટે નરેશ જાનીએ મહિનાઓથી કપિલ પ્રજાપતિને કમિશનથી રાખ્યો હતો.
આ પણ વાંચો: Rakesh Rajdev : હાઇકોર્ટે 5 લાખનો દંડ ફટકાર્યો તે સટ્ટાબજારનો કિંગ રાકેશ રાજદેવ કોણ છે ?