+

Rain Update: આ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, પાકમાં નુકસાનની ભીતિ

કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી રાજકોટ, જુનાગઢ, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી વરસાદ થયો તો ખેડૂતોને પાક નુકસાનની ભીતિ Gujarat: ગુજરાતના કેટલાક વિસ્તારમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે.…
  1. કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી
  2. રાજકોટ, જુનાગઢ, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી
  3. વરસાદ થયો તો ખેડૂતોને પાક નુકસાનની ભીતિ

Gujarat: ગુજરાતના કેટલાક વિસ્તારમાં અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીરa સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain Update)ની આગાહી કરાવમાં આવી છે.

આ પણ વાંચો: ‘ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ’ મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા રણછોડરાય ભગવાનના દર્શન

વરસાદની આગાહીના કારણે પાકમાં નુકસાનની ભીતિ

અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચોમાસું પૂર્ણ થવા આવ્યું છે. છતાં પણ વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો છે. અત્યારે ખેડૂતો માટે પાક લેવાનો સમય છે પરંતુ વરસાદ જાણે કાળ બનીને ઊભો છે. વરસાદની આગાહીના કારણે પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Kutch : કંડલામાં 5 કામદારોના મોત, કંપની આપશે આટલા લાખનું વળતર!

તારીખ 19 ઓક્ટોબરે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ

નોંધનીય છે કે, આવતી કાલે પણ વરસાદની આગાહી (Rain Update) કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 19 ઓક્ટોબરે પણ સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ તથા દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આ પણ વાંચો: Surat : MLA કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ! CM ને પત્ર લખી કરી આ ખાસ માગ

Whatsapp share
facebook twitter