+

BJP ના પ્રચાર માટે 45 કાર ભાડે મેળવી વેચી દેનારો નેતા પુત્ર ઝડપાયો

BJP : અમદાવાદ ભાજપના ઓબીસી નેતા (OBC Leader BJP Ahmedabad) કનુ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) ગુનો નોંધ્યો છે. ભાડે કાર ફેરવતા 50 લોકોથી…

BJP : અમદાવાદ ભાજપના ઓબીસી નેતા (OBC Leader BJP Ahmedabad) કનુ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) ગુનો નોંધ્યો છે. ભાડે કાર ફેરવતા 50 લોકોથી વધુને ચૂનો લગાવી બારોબાર કાર વેચી દેનાર BJP નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીને અટકમાં લઈ તેની પૂછપરછ આરંભી છે. ગણતરીના કલાકોમાં BJP નેતાના પુત્રની ધરપકડના એંધાણ છે. એક સાથે 50થી વધુ કાર બારોબાર વેચી દેવાના આ મામલામાં ક્રાઈમ બ્રાંચ આગામી સમયમાં મોટા ખૂલાસા કરે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. એક સાથે 50 લાકોને કેવી રીતે છેતરવામાં આવ્યા. વાંચો આ અહેવાલમાં…

શું છે છેતરપિંડીનો સમગ્ર મામલો ?

અમદાવાદ BJP ના બક્ષીપંચ મોરચાના નેતા કનુ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં અમદાવાદના જુદાજુદા લોકો પાસેથી ભાડે મેળવેલી 45 કાર બારોબાર ગીરવે મુકી દેવાનો આરોપ છે. જેમાં મોટા ભાગના ભોગ બનનાર અમદાવાદ અસારવા સિવિલ હૉસ્પિટલ (Civil Hospital) ખાતે શબવાહિની તેમજ એમ્બુલન્સ ભાડે ફેરવે છે. થોડાંક મહિનાઓ અગાઉ પ્રિન્સ મિસ્ત્રીએ કાર ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને 50થી વધુ લોકો પાસેથી જુદા-જુદા પ્રકારની કાર ભાડે ફેરવવા માટે લીધી હતી. ફરિયાદી કાજલભાઇ જાદવે 33 હજાર રૂપિયાના માસિક ભાડે તેમની કાર પ્રિન્સને આપી હતી. કાર ભાડે આપવા પેટે પ્રિન્સ મિસ્ત્રીએ 50 હજાર રૂપિયાની ડિપોઝીટ પણ લીધી હતી. આવી જ રીતે જુદાજુદા લોકો પાસેથી 50-50 હજાર રૂપિયા ડિપોઝીટ પેટે મેળવી તેમના વાહનો પણ મેળવી લીધા હતા. ત્રણ-ચાર મહિના સુધી 30 હજારથી 25 હજાર રૂપિયા ભાડું ચૂકવ્યા બાદ પ્રિન્સે રકમ આપવાની બંધ કરી દીધી હતી. કાર માલિકોએ પોતાની કાર પરત માગી તો એક મહિના માટે વાહનો દિલ્હી મોકલી આપ્યા હોવાનું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ પ્રિન્સ મિસ્ત્રીએ મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરી દેતા વાહન માલિકો તેના ઘરે પહોંચ્યા હતા. પ્રિન્સના પિતા કનુભાઇએ વાહન માલિકોને જણાવ્યું હતું કે, મારો પુત્ર એક લિસ્ટ આપી ગયો છે અને તેણે તમારા વાહનો અલગ-અલગ જગ્યાએ ગીરવે મુકી દીધા છે. અત્રે નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે કમલમ્ Gujarat BJP નો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાથી વાહનો મુકવાના છે તેમ કહીને પ્રિન્સ મિસ્ત્રીએ છેતરપિંડી આચરી છે.

શાહીબાગ પોલીસની નફ્ફટાઈ સ્ટાફ નથી

BJP નેતાનો જવાબ સાંભળીને કાર માલિકો છેતર્યા હોવાનો અહેસાસ થયો હતો. જેથી કાર માલિકો ફરિયાદ કરવા બારેક દિવસ અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશન (Shahibaug Police Station) ખાતે પહોંચ્યા હતા. શાહીબાગ પોલીસે ભોગ બનનારા કાર માલિકો (Car Owners) ની ફરિયાદ નોંધવાના બદલે અરજી લીધી હતી. પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્ટાફ નહીં હોવાનું બહાનું ધરી ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરવા કહ્યું હતું. મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (DCB Ahmedabad) પાસે પહોંચતા તપાસ શરૂ થઈ

તપાસનો છેડો ઉત્તર ગુજરાતમાં પહોંચ્યો

પ્રિન્સ મિસ્ત્રીએ ભાડે મેળવેલી 50થી વધુ કાર કોને-કોને ગીરવે આપી હતી તેની પૂછપરછ ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ગીરવે અપાયેલી મોટા ભાગની કાર ઉત્તર ગુજરાત (North Gujarat) ના એક ગામે ગીરવે મુકાઈ હોવાનું સામે આવ્યું છે. અન્યની માલિકીના વાહનો પ્રિન્સ મિસ્ત્રી (Prince Mistry) કોના થકી ગીરવે મુકી આવ્યો હતો તે દિશામાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત ગીરવે મુકાયેલી કાર કબજે લેવા ક્રાઈમ બ્રાંચે કાર્યવાહી આરંભી છે.

ગીરવે લેવાયેલા વાહનોનો ગુનાખોરીમાં ઉપયોગ

ગુજરાત તેમજ પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan) માં ગીરવે લેવાયેલા વાહનોની ભારે માગ છે. ગીરવે લેવાયેલા વાહનો દારૂની હેરાફેરી તેમજ અન્ય ગુનામાં ઉપયોગ માટે વપરાય છે તે જગ જાહેર છે. ગુજરાતમાં દસ્તાવેજો અને માલિકી હક્ક વિનાના વાહનો ગીરવે લેનારી સંખ્યાબંધ ગેંગ છે અને આ તમામ ગેંગ સાથે કેટલાંક બદમાશ પોલીસવાળા પણ મળેલા છે.

આ પણ વાંચો:  BJP ના નેતા-કાર્યકરો સામે ગુજરાત પોલીસ ફરિયાદ લેતા કેમ ડરે છે ?

Whatsapp share
facebook twitter