+

Kheda: દુષ્કર્મની ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડાનું નિવેદન, જાણો શું કહ્યું SP રાજેશ ઘડિયાએ

હેવાન પાડોશી દ્વારા 8 થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું આધેડ વયના નરાધમી ચંદ્રકાંત પટેલની પોલીસે કરી ધરપકડ અલગ અલગ ટીમ બનાવીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરીઃ SP Kheda:…
  1. હેવાન પાડોશી દ્વારા 8 થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું
  2. આધેડ વયના નરાધમી ચંદ્રકાંત પટેલની પોલીસે કરી ધરપકડ
  3. અલગ અલગ ટીમ બનાવીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરીઃ SP

Kheda: ખેડા જિલ્લામાં વધુ એકવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, માતર તાલુકાના વસો પંથકમાં નરાધમ પડોશીએ સગીર વયની એક બે નહીં પરંતુ 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હતું. એક નરાધમ હેવાન પાડોશી દ્વારા 8 થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. પોલીસે અત્યારે આરોપી 54 વર્ષના ચંદ્રકાંત પટેલની ધરપકડ કરી લીધી છે.

આરોપી 54 વર્ષના ચંદ્રકાંત પટેલની ધરપકડ કરી લેવામાં આવી

દુષ્કર્મની ઘટનાને લઈને અત્યારે ખેડા (Kheda)ના જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયાનુ નિવેદન સામે આવ્યું છે. એસ.પી રાજેશ ઘડિયાએ જણાવ્યું કે, ‘અત્યારે આરોપી 54 વર્ષના ચંદ્રકાંત પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ પોતાના જ પાડોશીની દીકરીઓ સાથે છેલ્લા એક વર્ષમાં દુષ્કર્મની કૃત્યો કરેલા છે.’ વધુમાં કહ્યું કે, ‘દીકરીના માતાએ ફરિયાદ નોંધાવી હતી. જેથી ફરિયાદના આધારે અમે અલગ અલગ ટીમ બનાવીને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી દીધી છે. અમે અત્યારે તમામ દિશાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી દીધી છે. હાલ એલસીબીની લોકલ ટીમ, Dysp ટીમ અને અમે જાતે તપાસ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો: દુનિયાનો અંત નજીક! મોતના રેગિસ્તાનમાં રેતીના ઢગલાં ઉપર પાણી ફરી વળ્યા

મોબાઈલ કબ્જે લઇ વીડિઓ મેળવી તપાસની તજવીજ હાથ ધરાઈ

આ નરાધમીએ બાળકીઓ સાથે દુષ્કર્મનો અશ્લીલ વીડિઓ પણ ઉતાર્યો હોવાની સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી પોલીસે આરોપીને ઝડપી મોબાઈલ કબ્જે લઇ વીડિઓ મેળવી તપાસની તજવીજ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે, ખેડા જિલ્લા પોલીસ, LCB અને Dysp સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરી દેવામાં આવી છે. અત્યારે વસો પોલીસ દ્વારા આ દુષ્કર્મ મામલે તપાસ કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Kheda: નરાધમી પાડોશીએ સગીર વયની 4 બાળકીઓ પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

Whatsapp share
facebook twitter