- બીમાર વ્યકિતની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
- પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી
- છેલ્લા દસ દિવસથી બીમાર અને અશક્ત મૃતકનો મૃતદેહ પડ્યો હતો
Jetpur: જેતપુરમાં માનવતા શર્માસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કહેવત થશે કે ‘માનવતા મરી પરવારી’તે આ કિસ્સાને લાગી આવે છે. Jetpur શહેરના લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલ હાઉસિંગ બોર્ડના બ્લોકમાંથી બીમાર વ્યકિતની કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહમાં કીડાઓ પડ્યા હતા. જેથી આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છે.
આ પણ વાંચો: Kheda: દુષ્કર્મની ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડાનું નિવેદન, જાણો શું કહ્યું SP રાજેશ ઘડિયાએ
દુર્ગંધ અને કીડા પડેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
વિગતે વાત કરવામાં આવે તો, જેતપુર શહેરના લક્ષ્મી નગર સોસાયટીમાં આવેલ હાઉસિંગ બોર્ડના એક બ્લોકમાં છેલ્લા ઘણા સમયથી એકલ વાયુ જીવન જીવતા અને આગળ પાછળ પરિજનો વગરના વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. હાઉસિંગ બોર્ડના બ્લોકમાંથી મળી આવેલ મૃતદેહ લોહાણા કિરીટભાઈ કારીયા (ઉ.વ 52) નો આજે કોહવાયેલી હાલતમાં અતિ દુર્ગંધ અને કીડા પડેલ હાલતમાં મૃતદેહ મામલે પોલીસને સ્થાનિકોએ જાણ કરી હતી. છેલ્લા દસ દિવસથી બીમાર અને અશક્ત મૃતકનો મૃતદેહ પડ્યો હતો.
આ પણ વાંચો: અંધશ્રદ્ધાએ લીધો નિર્દોષ મહિલાનો જીવ, પરિણીતાની તબિયત લથડતાં ભૂવા પાસે લઈ ગયા અને…
પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી
આજુબાજુમાં રહેતા સ્થાનિકોએ આ વ્યક્તિની જાણ સુધા પણ લીધી ન હતી. આ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી એકલવાયું જીવન પ્રસાર કરતાં હતા અને બીમાર હતા. ઘટના સ્થળે નગરપાલિકાની ટીમ, પોલીસ અને સેવાભાવી લોકો પહોંચ્યા હતા. મૃતકના મૃતદેહને કીડાઓ અને દુર્ગંધ મારતી હાલતમાં પહેલા માળેથી નીચે ઉતારવામાં આવી હતી. તેમના દૂરના સગાઓને જાણ કરવામાં આવી હતી. ખરેખર નજરે જોનાર લોકો આ દસ દિવસથી કોહવાયેલી અને દુર્ગંધ મારતા મૃતદેહને જોઈને આજુબાજુના પાડોશીઓ પર ફિટકાર વરસાવી રહ્યા હતા. પોલીસ દ્વારા લાશને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સેવાભાવી લોકો દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 50 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક, દેશનો સૌથી અનોખો ઉત્સવ, જ્યાં ઘીની નદીઓ વહે છે