+

Jamnagar: એસટી ડેપોમાં હોમ ગાર્ડ જવાને એક મહિલાને ઢસેડી, Video થયો Viral

હોમ ગાર્ડના જવાનની કરતૂત આવી સામે Jamnagar એસ.ટી.ડેપોમાં મહિલાને જવાને ઢસેડી મહિલા ભિક્ષુક હોવાનું સામાન્ય અનુમાન Jamnagar: જામનગરમાં આવેલા એસટી ડેપામાં એક મહિલા સાથે જાહેરમાં ખુલ્લેઆમ ગેરવર્તણુક કરી હોવાનો વીડિયો…
  1. હોમ ગાર્ડના જવાનની કરતૂત આવી સામે
  2. Jamnagar એસ.ટી.ડેપોમાં મહિલાને જવાને ઢસેડી
  3. મહિલા ભિક્ષુક હોવાનું સામાન્ય અનુમાન

Jamnagar: જામનગરમાં આવેલા એસટી ડેપામાં એક મહિલા સાથે જાહેરમાં ખુલ્લેઆમ ગેરવર્તણુક કરી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, જામનગર (Jamnagar) એસ.ટી.ડેપોમાં મહિલાને એક હોમગાર્ડ જવાને ઢસડી હોવાનું સામે આવ્યું છે. આખરે એક મહિલા સાથે આવી રીતનું વર્તન શા માટે? નોંધનીય છે કે, વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હોમ ગાર્ડના જવાનની કરતૂત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: surat: બાંગ્લાદેશમાં બડકેલી હિંસાએ ગુજરાતની ચિંતા વધારી, કરોડોના ઓર્ડર થંભી ગયા

કોના કહેવાથી હોમગાર્ડે આ પ્રકારનું વર્તન કર્યું?

મળતી વિગતો પ્રમાણે મહિલા ભિક્ષુક હોવાનું અનુમાન થઈ રહ્યું છે. જામનગર (Jamnagar)માં આવેલા ડેપોમાં આ ઘટના બનવા પામી છે. ઇન્કવાયરી બારી પાસેથી મહિલાને એસટી ડેપોમાં ઢસડીને લઈ જતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અત્યારે આ વીડિયો પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આવી રહીં છે. નોંધનીય છે કે, એક ભીક્ષુક મહિલા સાથે આવું વર્તન જરા પણ યોગ્ય નથી. તંત્ર દ્વારા સત્વરે તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ પણ કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે, આખરે કોના કહેવાથી હોમગાર્ડે આ પ્રકારનું વર્તન કર્યું છે?

આ પણ વાંચો: Gujarat : દેશભરમાં જાહેર સેવા ક્ષેત્રે ગુજરાતનો ફરી એકવાર વાગ્યો ડંકો, CM એ લખ્યું – PM નરેન્દ્ર મોદીનાં…

હોમ ગાર્ડ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લોકો માંગ

જાહેરમાં એક ભીક્ષુક મહિલા સાથે હોમ ગાર્ડ જવાને જે રીતનું વર્તન કર્યું છે. આ હોમ ગાર્ડ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે. કારણ કે, મહિલા સાથે કરવામાં આવેલું આ વર્તન રજા પણ યોગ્ય નથી. જેથી કાર્યવાહી થવી ખુબ જ અનિવાર્ય છે.

આ પણ વાંચો: Gujarat : શાળાઓમાં ફી વધારાને મંજૂરી, નીતિ આયોગનાં રિપોર્ટને ટાંકી કોંગ્રેસે કહ્યું- રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું..!

Whatsapp share
facebook twitter