- વેપારીએ પરિવાર સાથે કરી કેમ કરી આત્મહત્યા?
- સુસાઈડ માટે કોઈ જવાબદાર ન હોવાનું ઉલ્લેખ
- જીવનથી કંટાળી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરેલો
Morbi: મોરબીમાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે હરેશ ભાઈ દેવચંદ કાનાબાર, વર્ષા બહેન અને પુત્ર હર્ષે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જાણકારી પ્રમાણે આ પરિવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મોરબી (Morbi) એસપી રાહુલ ત્રિપાઠી (SP Rahul Tripathi)એ ડિવિઝન પીઆઈ એચએ જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
કેમ પરિવારને જિંદગી કરતા મોત વ્હાલું કર્યું?
વિગતે વાત કરવામાં આવે તો, સામુહિક આપઘાતની ઘટના મોરબી (Morbi)ના રવાપર રોડ પર ચકિયા હનુમાન મંદિર સામે આવેલી સોસાયટીમાં બની છે. વસંત પ્લોટના રોયલ પેલેસ ફલેટમાં ચોથા માળે હાર્ડવેરના વેપારી હરેશ કાનાબારનું મકાન છે. મૃતક વેપારીના ભાઈ પંકજભાઈ અહીં આવ્યા હતા. ભાઈના ઘરનો દરવાજો ખખડાવ્યો તો કોઈએ દરવાજો ખોલ્યો નહીં. જેથી, તેમણે પાડોશીઓને બોલાવી દરવાજો ધક્કો મારીને ખોલ્યો, તો જોનારા તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી .
આ પણ વાંચો: જોખમી સવારીએ લીધો વિદ્યાર્થિનીનો જીવ, ચોપડવા બ્રિજ પાસે જીવલેણ અકસ્માત
ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી પરિવારજનોની લાશ
ઘરનો દરવાજો ખોલતાની સાથે જ હાર્ડવેરના વેપારી હરેશ કાનાબાર, તેમના પત્ની વર્ષાબેન અને પુત્ર હર્ષ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. નોંધનીય છે કે, વેપારીના ભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક આવી પહોંચી હતી. વેપારી હરેશભાઈ, તેમના પત્ની અને પુત્રની લાશને નીચે ઉતારી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: એસટી ડેપોમાં હોમ ગાર્ડ જવાને એક મહિલાને ઢસેડી, Video થયો Viral
પરિવાર આર્થિક સંકડામણમાં હોવાનું અનુમાન
આ મામલે મોરબી પોલીસ (Morbi Police)ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વેપારી અને તેનો પરિવાર છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાં હતો. શું આ જ કારણોસર મોતને ગળે લગાવ્યું હશે? કારણ કે, હજી સુધી અત્યારે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આખરે કેમ પોતાના પરિવાર સાથે વેપારીએ આત્મહત્યા કરી? આવા તો અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે, આ તમામ સવાલોના જવાબ પોલીસ તપાસમાં જ બહાર આવશે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં બડકેલી હિંસાએ ગુજરાતની ચિંતા વધારી, કરોડોના ઓર્ડર થંભી ગયા
હજુ બે દિવસ પહેલા હર્ષનો જન્મ દિવસ હતો
મૃતક હરેશભાઈ હાર્ડવેરની દુકાન ચલાવતા હતા. રોયલ પેલેસમાં હરેશભાઈ તેમની પત્ની વર્ષા અને 19 વર્ષીય પુત્ર હર્ષ સાથે રહેતા હતા. પરંતુ, વેપારી અને તેના પરિવારના જીવનમાં કોઈ એવી વાત હતી. જેના કારણે કાનાબાર પરિવારને જિંદગી જીવવા કરતા મોતને ગળે લગાવવું વધુ સહેલું લાગ્યું. હજુ બે દિવસ પહેલા હર્ષનો જન્મ દિવસ હતો. પરંતુ આખરે અચાનક પરિવારે સુસાઈડ કેમ કરી લીધું? મોરબી પોલીસ (Morbi Police)ને વેપારીના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી છે. કાનાબાર પરિવારે સુસાઈડ માટે કોઈ જવાબદાર ન હોવાનું તેમજ જીવનથી કંટાળી આ પગલું ભર્યાનો ઉલ્લેખ કરેલો છે.