- શરદ પૂનમથી દેવ દિવાળી સુધી હવામાનમાં પલટાની શક્યતા: અંબાલાલ પટેલ
- અરબ સાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા: અંબાલાલ પટેલ
- 100 કિમીથી વધારે ગતિથી વાવાઝોડું ફુંકાવવાની શક્યતા: અંબાલાલ પટેલ
Gujarat: આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ થયો છે. જો કે, રાજ્ય (Gujarat)માં હજી પણ વરસાદ થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ (Ambalal Patel)એ જણાવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને ફરી એક મોટી આગાહી કરી છે. આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 14 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર સુઘી રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડશે. આ સાથે સાથે શરદ પૂનમના દિવસે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે જેના કારણે રાજ્યમાં વરસાદ થવાનો છે.
દેવ દિવાળી સુધી હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત
નોંધનીય છે કે, ભારે પવનના પગલે માછીમારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી શરદ પૂનમથી લઈને છેક દેવ દિવાળી સુધી હવામાનમાં પલટાની શક્યતા વ્યક્ત કરી છે. આ દિવસોમાં અરબ સાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે. જેથી 100 કિમીથી વધારે ગતિથી વાવાઝોડું ફુંકાવવાની શક્યતા છે તેવું હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel)એ જણાવ્યું છે. એટલું જ નહીં પરંતુ ત્યારબાદ પણ વધુ અન્ય એક વાવાઝોડુ બનવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. જેથી રાજ્યમાં દેવદિવાળી સુધી વરસાદી માહોલ રહેવાનો છે.
આ પણ વાંચો: રાજ્યના અનેક વિસ્તારોમાં થયો ધોધમાર વરસાદ, ધરતીપુત્રોના તૈયાર ભાણા પર ફરી વળ્યું વરસાદી પાણી
આ વરસાદ જગતના તાત માટે બનશે ચિંતાનો વિષય
ગુજરાત (Gujarat)માં છેલ્લા ઘણાં સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે, અત્યારે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જો કે, અત્યારે આવતો વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. કારણ કે, અત્યારે ખેત પાક લેવાની સિઝન ચાલી રહીં છે. પરંતુ ખેડૂતોએ પાકમાં નુકસાનની ભીતિ વ્યક્ત કરી છે. કારણે કે, જો વરસાદ થયો તો આખો પાક નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે છેક દેવદિવાળી સુધી વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો: Diu: મધ દરિયે ડૂબી વણાકબારાની ફાયબર બોટ, ડૂબતી બોટની ઘડીનો સામે આવ્યો Video