+

ગુજરાત ભારતમાં સૌથી મોંઘું રાજ્ય; અહીં રહેવું હોય તો માસિક 50000 પગાર હોવો જોઈએ, જાણો શું કે છે સર્વે…

જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય સામાન્ય જીવન જીવવા માટે દર મહિને 46,000 હજાર રૂપિયાની જરૂર સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ હિમાચલ…
  1. જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય
  2. સામાન્ય જીવન જીવવા માટે દર મહિને 46,000 હજાર રૂપિયાની જરૂર
  3. સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ
  4. હિમાચલ પ્રદેશમાં માસિક માત્ર 23,000 રૂપિયાની આવશ્યકતા

Most Expensive State Gujarat: ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યાં છે. ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે. પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકીય. આ મામલે એક સર્વે કરવામાં આવ્યો જેમાં એવું સાબિત થયું છે કે, જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 હજાર રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે છે હિમાચલ પ્રદેશ, અહીં માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે.

આ પણ વાંચો: VADODARA : 150 વર્ષ જૂૂૂના આજવા સરોવરના આધુનિકીકરણ માટે ભાર મૂકતી કેન્દ્રીય ટીમ

મધ્યમ વર્ગની લોકોને પડતી જરૂરિયાતોને ધ્યાને લઈને કરાયો સર્વે

આ સર્વેની વાત કરવામાં આવે તો, સામાન્ય જીવન જીવતા મધ્યમ વર્ગની લોકોને પડતી જરૂરિયાતોને ધ્યાને લઈને સર્વે કરવામાં આવ્યો છે. તેની આવકને ધ્યાનમાં લેતા દર મહિને મકાનનું ભાડું, માસિક જમવાનો ખર્ચ, ઘરનો સામાન લાવવાનો ખર્ચ, ઓફિસ કે કામના સ્થળે જવાનો ટ્રાવેલ ખર્ચ, ફોન બીલ, લાઈટ બીલ અને મેડિકલ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવ્યો. આ તમામ બાબતોને આવરી લેતા ગુજરાતમાં સામાન્ય જીવન ગુજરાન ચાલવવા માટે એક વ્યક્તને માસિક 46,000 રૂપિયાની જરૂર પડે છે.

અન્ય રાજ્યોમાં રહેવા માટે માસિક કેટલા રૂપિયાની આવશ્યકતા રહે છે? આ રહીં યાદી

રાજ્ય રહેવાનો માસિક ખર્ચ રાજ્ય રહેવાનો માસિક ખર્ચ
ગુજરાત 46,800 છત્તીસગઢ 30,700
મહારાષ્ટ 45,500 આંધ્રપ્રદેશ 30,300
મિઝોરમ 43,500 રાજસ્થાન 30,100
કર્ણાટક 43,200 મેઘાલય 30,100
હરિયાણા 39,200 કેરલ 20,900
તેલંગાના 37,700 ઉત્તર પ્રદેશ 29,900
પંજાબ 36,500 પશ્ચિમ બંગાળ 29,800
મણિપુર 33,000 મધ્ય પ્રદેશ 29,200
ત્રિપુરા 32,400 પુડુચેરી 28,400
તમિલનાડુ 32,200 ઝારખંડ 28,300
જમ્મુ-કાશ્મીર 32,200 ઓરિસ્સા 28,400
ઉત્તરાખંડ 31,300 બિહાર 25,900
આસામ 30,900 હિમાચલ પ્રદેશ 23,600

રહેવા માટે ગોવા અને મહારાષ્ટ્ર કરતા પણ ગુજરાત મોંઘું

મહત્વની વાત એ છે કે, ગોવા, દિલ્હી અને મહારાષ્ટ્ર કરતા પણ ગુજરાત રહેવા માટે સૌથી મોંઘું છે. અહીં સામાન્ય જન જીવવા માટે 46,000 રૂપિયા જોઈએ છે જ્યારે તે રાજ્યોમાં ક્રમશઃ 38 હજાર, 36 હજાર અને 45,500 રૂપિયાની જરૂર પડે છે. એનો અર્થ એ થયો કે, ગુજરાતમાં સામાન્ય જીવન જીવવા માટે તમારી માસિક આવક 50 હજારની આસપાસ હોવી અનિવાર્ય છે કે જેનાથી તમે સુખી જીવન જીવી શકો. જેમ જેમ ગુજરાતનો વિકાસ થતો જાય છે તેમ તેમ અહીં રહેવા માટેનો ખર્ચ પણ વધી રહ્યો છે.

આ પણ વાંચો: મોડેલ બનાવવાની લાલચે 15 વર્ષની સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી, 3 મહિલાઓની પોલીસે કરી ધરપકડ

Whatsapp share
facebook twitter