GONDAL : આઠેક વર્ષ પહેલા ગોંડલ (GONDAL) નાં બે માથાભારે શખ્શોની ગેંગવોર ચરમસીમાએ હતી. જેમાં ઈમરાન કરીમભાઈ કટારીયા(ખાટકી) મુસ્લીમ અને સામે પક્ષે નીખીલ દોંગા શખ્સોની ગેંગ હતી. બંને ગેંગના શખ્સો વચ્ચે ધંધાકિય મનદુ:ખ થતા નીખીલ દોંગાની ગેંગ દ્વારા ઈમરાન ઉર્ફે ઈમ્તિયાઝ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવેલો અને પગના ભાગે ફાઈરીંગ કરી મારી નાખવાનો પ્રયત્ન કરેલો જેના બદલાનાં ભાગ રૂપે સામે પક્ષે ઈમરાન આણી મંડળી દ્રારા વળતો હુમલો કરવામાં આવેલો અને જેતપુર રોડ ત્રીકોણીયા પાસે ગંભીર પ્રકારનાં હથિયારો ધારણ કરી અંદાજે ૨૭થી વધુ લોકો દ્રારા આંતક મચાવવામાં આવલો હતો.
ફાઈરીંગ કરતા જીવલેણ ઈજા
તે વખતે બાપા પાનની દુકાન પાસે બેઠેલા શખ્સે ભાગવાં જતા આરોપીઓ એ તેને નિખીલ દોંગા ગેંગનો માણસ સમજી તેની પાછળ દોડેલ અને સ્ટાર કોમ્પલેક્ષનાં પાછળનાં ભાગે તલવાર-ધોકા જેવા હથિયારોથી હુમલો કરી સંજય મનસુખભાઈ ભાદાણી શાકભાજીનાં વેપારી ને પછાડી દઈ તેનાં ઉપર માથાનાં ભાગે પોઈટ બ્લેકરેંજથી તમંચા જેવા હથીયારથી ફાઈરીંગ કરી જીવલેણ ઈજા કરતા મરણજનાર સંજય ભાદાણીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ હતું.
કોર્ટમાં ચાર્જશીટ દાખલ
જે બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. આ બનાવને હિંદુ-મુસ્લીમ સમાજ સામસામે આવી જાય તેવી સંભાવનાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડાએ તપાસનો દોર સંભાળી લીધો હતો. અને આ બનાવમાં 27 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને પૂરતો પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યું હતું.
શંકાનો લાભ
જે કેસ ગોંડલ ની એડી.ડીસ્ટ્રી. જજ એમ.એ.ભટ્ટીની અદાલતમાં ચાલ્યો હતો તેમજ વકીલ નરેન્દ્રસિંહ ઝાલાની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈ આરોપી અકરમ કરીમભાઈ કટારીયાને શંકાનો લાભ આપ્યો હતો તેમજ બાકીના ઈમરાન કરીમભાઈ કટારીયા વગેરે 26 લોકોને ઈ.પી.કો. કલમ-૩૦૨, ૩૦૭,૫૦૬(૨), ૧૨૦(બી) ૩૪,૧૪૭, ૧૪૮, ૧૪૯, આર્મ્સ એકટની કલમ-૨૫(૧-બી)એ, ૨૭,૨૯, ૧૧૪,૨૦૧,૨૧૨, મુજબનો શિક્ષાપાત્ર ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરાયો હતો.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો — Pragati Ahir : કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થમારાનાં કેસમાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહીરને મોટી રાહત