- ગીરસોમનાથમાં પાછોતરા વરસાદથી પાકમાં નકસાન
- મગફળીના પાકમાં મોટા નુકસાનથી ખેડૂતોને રોવાનો વારો
- પાછોતરા વરસાદ બાદ મગફળીનો પાક બળીને ખાખ
Gir Somnath: ગુજરાતમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે તે ખેડૂતો માટે ખુબ જ નુકસાનકારક સાબિત થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને અત્યારે રોવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ (Gir Somnath)માં પડેલ કમોસમી માવઠાઓ ધરતીપુત્રોના દુશ્મન બન્યા છે. જ્યારે ખેડૂત ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યો હતો ત્યારે તો વરસાદ થયો નહીં. અને હવે જ્યારે ઉછીઉધારા કરીને બીજ વાવ્યા અને પિયત કરીને જેમ તેમ પાક તૈયાર થયો ત્યારે એ ઉભા મોલનો સર્વનાશ કરવા કમોસમી માવઠું આવ્યું છે. આ માવઠાના વરસાદમાં ખેડૂતની દિવાળી અંધકારમાં હોમાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: માવઠાના વરસાદે ખેડૂતોનો રોતા કર્યા, જુનાગઢના ખેડૂતોની હાલત બની દયનીય!
પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવશું?: ખેડૂતનો પોકાર
આખા વિશ્વને અનાજ પૂરું પાડનાર ધરતીનો તાત આજે પોતાને જ પ્રશ્ન પૂછી રહ્યો છે કે, પોતાના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવશું? વ્યાજે લીધેલા નાણા કઈ રીતે ચૂકવશું? બેંક પાસેથી કૃષિ લોન લીધી છે તેના હપ્તા કેમ ભરીશું? દિવાળી માથા પર છે બાળકોને શું ખવડાવશું? આવા અનેક સવાલો આજે ખેડૂત પોતાને પૂછી રહ્યો છે. અત્યારે વરસાદે 4 મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું છે. એટલું જ નહીં પરંતુ ખેડૂતો કહી રહ્યા છે કે, ‘આવી દિવાળી ઈશ્વર દુશ્મનને પણ ન આપે.’
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં ભારે પવન સાથે મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ
ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો
કમોસમી વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. ખેડૂતો કેવી રીતે દિવાળી ઉજવશે? ભારે વરસાદમાં લોકો તો મોજ કરતા હોય છે પરંતુ જગતનો તાત જે આખા જગતને અનાજ પૂરુ પાડે છે તેને રોવાનો વારો આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરી છે. પરંતુ ખેડૂતો અત્યારે રોઈ રહ્યાં છે. વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રોવરાવી રહ્યો છે.
આ પણ વાંચો: Delhi Blast માં ચોંકાવનારો ઘટસ્ફોટ, સ્થળ પરથી મળ્યા મહત્વના પુરાવા