- ખાવડાથી 47 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું
- ભુજના ખાવડા રણ વિસ્તારમાં 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
- ખાવડામાં સવારે 3.54 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો
Earthquake: ભુજ તાલુકાના ખાવડા રણ વિસ્તારમાં ભૂકંપ (Earthquake)નો આંચકો અનુભવાયો હતો. મળતી જાણકારી પ્રમાણે સવારે 3.54 મિનિટે આંચકો અનુભવાયો હતો. ભુજના ખાવડા રણ વિસ્તારમાં 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જાણકારી એવી પણ સામે આવી છે કે, ખાવડાથી 47 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. નોંધનીય છે કે, જમીનની ઊંડાઈ 13.2.અનુભવાઈ હતી.
Bhuj ના Khavda રણ વિસ્તારમાં ભૂકંપનો આંચકો | Gujarat First#Bhuj #Khadar #Earthquake #SeismicActivity #4Magnitude #NoDamageReported #Gujarat #EarthquakeNews #NaturalDisaster #SafetyFirst #Seismology #GujaratEarthquake #gujaratfirst pic.twitter.com/O2cFnoaRZH
— Gujarat First (@GujaratFirst) October 17, 2024
અગાઉ ખાવડામાં જાન્યુઆરીમાં આંચકો અનુભવાયો હતો
ભૂકંપ (Earthquake)નો આંચકો અનુભવાયો હતો, જો કે આંચકાથી કોઈ નુકસાન થયાની વિગતો સામે આવી નથી. અગાઉ ખાવડામાં જાન્યુઆરી મહિનામાં આંચકો આવ્યો હતો. 26 મી જાન્યુઆરી, 2001 ના રોજ શુક્રવારના દિવસે બરાબર 08.45 ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસતાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો. ત્યારે અચાનક ધરા ધુ્જવા લાગી હતી. રિકટરસ્કેલ પર 06.09 ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધુ જ હતુ ન હતુ કરી નાખ્યુ હતુ.
આ પણ વાંચો: Vadodara: 125 વર્ષ પહેલાનો ગાયકવાડી શાસનનો વિચાર! ન્યાયની દેવીના આંખે પાટા નહોતા રાખ્યાં
અત્યારે જાનમાલની કોઈ નુકાસાની ના સમાચાર નથી
નોંધનીય છે કે, આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પતાના મહેલની જેમ જમીન દોસ્ત થઈ હતી ગઈ હતી, જેમાં અંદાજે 20 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. અગાઉ 1956 માં પણ કચ્છના અંજારમાં ભૂકંપ નોંધાયો હતો. આમ પાંચ દાયકા બાદ 2001 માં કચ્છમાં ફરીથી આવેલા ભૂકંપને તારાજી સર્જી હતી. નોંધનીય છે કે, 2001 ના ભૂકંપ પછી આંચકાઓ સતત આવી રહ્યા છે તે એક હકીકત છે.
અહેવાલ: કૌશિક છાંયા, કચ્છ
આ પણ વાંચો: Rain Update: આ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, પાકમાં નુકસાનની ભીતિ