- લાલચાલી વિસ્તારમાંથી આંગડિયાની પેઢીનો કર્મચાર લૂંટાયો
- બે અજાણ્યા શખ્સોએ બંદૂકના નાલચે લૂંટ કરી હોવાની ઘટના
- પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી
Deesa: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં આજે સવારના સમયે લાલચાલી વિસ્તારમાંથી આંગડિયાની પેઢીનો કર્મચારી 80 લાખની રોકડ રકમ લઈને જઈ રહ્યો હતો, તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ બંદૂકના નાલચે લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાને પગલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી દીધી છે. આ પહેલા પણ થરાદમાં આવી એક ઘટના બની હતી, જેમાં દુકાનમાં બેઠેલા ખેડૂતની પૈસા ભરેલી બેગ લઈને ગઠીયો ફરાર થઈ ગયો હતો.
– ડીસામાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
– બે અજાણ્યા શખ્સોએ બંદૂકના નાલચે 80 લાખની લૂંટ કરી
– લાલચાલી વિસ્તારમાંથી આંગડિયાની પેઢીનો કર્મચાર લૂંટાયો
– બે અજાણ્યા શખ્સોએ બંદૂકના નાલચે લૂંટ કરી હોવાની ઘટના
– પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી#Deesa #Gujarat…— Gujarat First (@GujaratFirst) October 14, 2024
આ પણ વાંચો: Ahmedabad : ‘તલવારો લઈને ફરે, ફાયરિંગ કરે છે તેને તો અટકાવી શકતા નથી’ : High Court
રિવોલ્વર બતાવીને આંગડિયાના કર્મચારીને આંતરી લીધો
બનાસકાંઠા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર એકવાર ફરી સવાલો ઊભા થયા છે. આજે સવારના સમયે ડીસાના ભરચક વિસ્તારમાં બે શખ્સો બંદૂકના નાળચે લૂંટ કરીને ફરાર થઈ ગયા છે. ડીસામાં આવેલી એચ.એમ.આંગડિયા પેઢીનો કર્મચારી સવારના સાડા નવ વાગ્યા આસપાસ લાલચાલી વિસ્તારમાથી એક્ટિવા પર 80 લાખની રોકડ રકમ લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક આવેલા બે શખ્સોએ રિવોલ્વર બતાવીને રોકડ લઈને જતાં આંગડિયાના કર્મચારીને આંતરી લીધો હતો. તેની પાસે બેગમાં રહેલી 80 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: Ankleshwar : 5 હજાર કરોડનાં ડ્રગ્સ કેસ મામલે મુમતાઝ પટેલની પ્રતિક્રિયા, 5 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
ડીસા શહેરની પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી
ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે હેબતાઈ ગયેલા કર્મચારી આ અંગે આંગડિયા પેઢીના સંચાલકને જાણ કરી હતી. જેથી આંગડિયા પેઢીના સંચાલક દ્વારા ડીસા પોલીસ (Deesa Police)ને જાણ કરવામાં આવતા ડીસા શહેર ઉત્તર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે અત્યારે આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટે આઠ ટીમો બનાવીને અલગ અલગ સ્થળો પર નાકાબંધી કરી દીધી છે. અત્યારે આ સમગ્ર ઘટનાના અલગ અલગ સ્થળો પરથી સીસીટીવી ફૂટેજ મેળવીને ડીસા શહેર ઉત્તર પોલીસ, ડીસા શહેર દક્ષિણ પોલીસ (Deesa City South Police) , બનાસકાંઠા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: Ankleshwar કોર્ટે પાંચેય આરોપીઓના ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા, ટૂંક સમયમાં લઈ જવાશે દિલ્હી