- મોટી સંખ્યામાં ભક્તજનો કુબેર દાદાને રિઝવવા આવ્યાં
- ડભોઈ આવેલ છે ધનકુબેર ગણાતાં કુબેરજીનું સુપ્રસિદ્ધ મંદિર
- બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું કુબેર ભંડારી મંદિર
Dabhoi: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે ડભોઇ (Dabhoi) તાલુકાના તીર્થ સ્થાન ગણાતા કરનાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિર (Dabhoi)એ ભગવાન શિવના દર્શનાર્થે ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળે છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે લોકો ભગવાનને રિઝવવા માટે પૂજા અર્ચના કરવા માટે જતા હોય છે. ત્યારે કુબેર (Dabhoi) ભંડારી ખાતે મોટી સંખ્યામાં ભક્તજનો કુબેર દાદાને રિઝવવા માટે પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. સમગ્ર રાજયભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારીના દર્શન કર્યા હતા. શ્રાવણ માસના બીજા સોમવારેને લઈને શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા.
આ પણ વાંચો: Gujarat ACB : ઇન્ચાર્જ ફાયર ઑફિસર અને પરિવાર માટે ઑગસ્ટ મહિનો અપશુકનિયાળ
મા નર્મદાજીના કિનારે કુબેરજીનું અલૌકિક મંદિર
મધ્ય ગુજરાતનમાં ડભોઇ (Dabhoi) તાલુકાના કરનાળી ખાતે નર્મદા મૈયાના કિનારે દેવોનાં ધનકુબેર ગણાતાં કુબેરજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. દરેક અમાસે ભગવાન કુબેરના દર્શન કરવા માટે ભક્તો લાંબી કતારમાં જોવા મળે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. આ સાથે જ દર્શન કરવા આવેલા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
આ પણ વાંચો: મહિલાઓએ જાણવું જરૂરી છે! આ જાણકારી નહીં હોય તો થશે ચામડીનો રોગ
કુબેરજી દેવોનાં ધનકુબેર ગણાયા
કુબેરજીને ધન કુબેર શા માટે કહેવામાં આવે? હિન્દુ શાસ્ત્ર કથા અનુસાર કુબેર રાવણના સાવકાભાઈ હતાં. રાવણે ભગવાન શિવજીનું તપ કરી તેમની કૃપા પ્રાપ્ત કરી અમોઘ શક્તિઓ મેળવી હતી. આ શક્તિઓના બળે રાવણે પોતાના ભાઈ કુબેર ઉપર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કરી લંકામાંથી બહાર કાઢ્યાં હતાં. કુબેર પણ ભગવાન શિવજીના જ ભક્ત હતા. લંકામાંથી કાઢ્યા બાદ તેઓ નર્મદા કિનારે પહોંચ્યાં હતાં અને ત્યાં તેમણે શિવજીનું તપ શરૂ કર્યું હતું. જ્યારે રાવણને આ વાતની જાણ થઈ તો તેણે અહીં પણ કુબેરજીને હેરાન કર્યા હતાં. છેલ્લે કુબેર કરનાળી ગામે આવી ત્યાં મહાકાળીની શરણ લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી હતી. કથા અનુસાર શિવજી તપથી પ્રસન્ન થયા પરંતુ રાજ પાછું ન આપી શક્યાં. પરંતુ કુબેરનો ભક્તિભાવ જોઈને સર્વે દેવી-દેવતાઓના ધનનો વહીવટ તેમને સોંપ્યો હતો. તે દિવસથી કુબેર ભંડારી ધન કુબેરના નામથી ઓળખાય છે. જેથી આ મંદિરમાં ભકતો અપાર શ્રદ્ધા ધરાવે છે અને કુબેરજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે અમાસના દિવસે દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતાં હોય છે.
અહેવાલઃ પીન્ટુ પટેલ, ડભોઇ
આ પણ વાંચો: Bhavnagar: ‘અમારે ભણવું છે મરવું નથી’ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ 76 વિદ્યાર્થીઓ