+

CM Bhupendra Patel-આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બને તે માટે કાર્યરત

CM Bhupendra Patel ના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે રાજ્ય આરોગ્ય…

CM Bhupendra Patel ના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠત્તમ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે આજે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં ૧૧૧૦ જેટલા બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યાં છે.

રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં નવનિયુક્ત આ બોન્ડેડ તબીબો બેકબોન સાબિત થશે.

આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ-2 તરીકેની ફરજ અદા કરશે.

આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર રાજ્યની ૩૧ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૧૩૨,
૫૧ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ૧૧૯

૨૨૨ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૪૯૫

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૪૩૦ અને રાજ્યની ૫૭ ESIC હોસ્પિટલમાં ૧૧૯ મળીને રાજ્યની ૮૫૬ હોસ્પિટલમાં કુલ ૧૧૧૦ તબીબો ઉપલબ્ધ થયા છે.

તબીબી અધિકારી વર્ગ-૨ ની કુલ ૧૨૭૨ જગ્યાઓ પૈકી ૧૧૧૦ તબીબોને આજે નિમણૂંક આપવામા આવી છે. બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે

આ ૧૧૧૦ બોન્ડેડ તબીબો ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં બેકબોન સાબિત થશે

રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યા

CM Bhupendra Patel અને આરોગ્યમાંત્રીશ્રી આરોગ્યક્ષેત્રે તંત્ર દ્વારા જરાપણ ઢીલાશ ન રહે એ માટે ખાસ કાળજી લે છે.   
આ તબીબો ઉપલબ્ધ બનતા હવે રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઇ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં વર્ગ-2ના તબીબની ઘટ્ટ નહીવત બનશે અને ગ્રામીણ આરોગ્ય કક્ષાએ આ સેવાઓ વધુ સુલભ બનશે.

આ પણ વાંચો- Gujarat: ભારે વરસાદને પગલે રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા, જાણો શું છે સ્થિતિ…

Whatsapp share
facebook twitter