+

Ahmedabad: ચાણક્યપુરીમાં આતંક મચાવનાર 15 અસામાજિક તત્વો સામે ગુનો દાખલ કરાયો

ખુલ્લેઆમ 20થી 25 લોકોના ટોળાએ મચાવ્યો હતો આતંક સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને નોંધાવી પોલીસ ફરીયાદ 11 જેટલા ઇસમો સામે હત્યાના પ્રયાસો સહિતનો ગુનો દાખલ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી…
  1. ખુલ્લેઆમ 20થી 25 લોકોના ટોળાએ મચાવ્યો હતો આતંક
  2. સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને નોંધાવી પોલીસ ફરીયાદ
  3. 11 જેટલા ઇસમો સામે હત્યાના પ્રયાસો સહિતનો ગુનો દાખલ
  4. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

Ahmedabad: ગત રાત્રિએ અમદાવાદના ચાણક્યપુરી(Chanakyapuri)માં અસામાજિક તત્વો બેફામ બનીને આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, શિવમ આર્કેડમાં દારૂ પીધેલ હાલતમાં શખ્સે આતંક મચાવ્યો હતો. શખ્સ નશામાં હોવાથી સ્થાનોરોએ પકડતા હોબાળો મચાવ્યો હતો. શિવમ આર્કેડમાં (ShivamArcad)અસામાજિક તત્વો ઘમાલ મચાવતા સિક્યુરિટીએ રોકતા બબાલ કરી હતી અને હુમલો કર્યો હતો. અહીં 20 થી 25 લોકોના ટોળાએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો. અત્યારે પોલીસ દ્વારા તે આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad:ચાણક્યપુરીમાં બુટલેગરોનો આતંક, તલવાર-દંડાથી કર્યો હુમલો

ખુલ્લેઆમ 20થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો

અમદાવાદના ચાણક્યપૂરીમાં મોડી રાત્રે શિવમ આર્કેડમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ખુલ્લેઆમ 20થી 25 લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો. નોંધનીય છે કે, તે ઘટનાને લઇ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તલવાર અને ઘાતક હથિયારો વડે તોડફોડ કરી હતી. જેથી આ સમગ્ર મામલે ફ્લેટના ચેરમેને પોલીસ ફરીયાદ નોંધાવી છે. 11 જેટલા ઇસમો સામે હત્યાના પ્રયાસો સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: VADODARA : “ટાંટિયા ખેંચમાંથી બહાર આવીને એક થવું પડશે”, ભાજપ જિલ્લા પ્રમુખની ટકોર

ફલેટના કમિટી મેમ્બરોએ રોકતા મામલો બિચક્યો હતો

શિવમ આર્કેડમાં ફ્લેટમાં દારૂની મહેફીલ માણયા બાદ અસમાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. દારૂ પીધેલા શખ્સોને સિક્યુરિટીએ રોકતા બબાલ કરી હતી. આ શખ્સોને સિક્યુરિટી અને ફલેટના કમિટી મેમ્બરોએ રોકતા મામલો બિચક્યો હતો. શિવમ આર્કેડમાં નશો કરેલા શખ્સોને રોકતા આ શખ્સોએ અન્ય વ્યક્તિઓને ફોન કરી બોલાવ્યા હતા. થોડા જ સમયમાં 25-30 શખ્સો તલવાર અને દંડા વડે ફ્લેટ પર આવી હુમલો કર્યો. ત્યારે બાદ અહીં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Rain Forecast: ગરબાના રંગમાં મેહુલિયો પાડી શકે છે ભંગ! નવરાત્રિમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Whatsapp share
facebook twitter