- બોરવાળા તાલુકામાં આવેલા એક કોઝવેમાં ફસાઈ સ્કૂલ બસસ્થાનિક ગ્રામજનોએ ટ્રેકટર અને લોડર મારફતે બસને બહાર કાઢી
- છેલ્લા 12 કલાકમાં એક જગ્યાની બીજી દુર્ઘટના સર્જાઈ
Botad: ગુજરાતભરમાં અત્યારે વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બોટાદમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. બોટાદ (Botad)ના બોરવાળા તાલુકામાં આવેલા એક કોઝવેમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. નોંધનીય છે કે, બસ કોઝવેમાં ફસાઈ જતા સ્થાનિક ગ્રામજનોએ સત્વરે ટ્રેક્ટર અને લોડર મારફતે બસને પાછી ખેંચીને બહાર કાઢી હતી. સ્વાભાવિક છે કે, બસ પાણીમાં ફસાઈ જતાં વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં.
આ પણ વાંચો: Surat: પાંડેસરાના કોર્પોરેટર શરદ પાટિલનો વીડિયો વાયરલ, હપ્તો માંગવાનો લાગ્યો આક્ષેપ
સ્થાનિકોએ ટ્રેકટર અને લોડર મારફતે બસને બહાર કાઢી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, બરવાળા તાલુકાનાં ખાંભડા ગામે ઉતાવળી નદીના પ્રવાહમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાઈ હતી. આ ઘટનામાં સ્કૂલ બસ ચાલકની ગંભીર બેદરકારી આવી સામે છે. પાણીનો પ્રવાસ હોવા છતાં બેદરકારી ભર્યું કામ કર્યું હતું. આ બસ બોટાદની જ્ઞાનમંદિર વિદ્યાપીઠ સ્કૂલની હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ટ્રેકટર અને લોડર મારફતે સ્કૂલ બસને પાછળથી ખેંચી બહાર કાઢી હતી. જો કે, સમગ્ર ઘટનામાં કોઈને હાનિ પહોંચી નથી. પરંતુ બાળકો ચોક્કસથી ગભરાઈ ગયા હતાં.
આ પણ વાંચો: Bhavnagar: શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, નજીકના 17 ગામોને એલર્ટ આપવામાં આવ્યું
છેલ્લા 12 કલાકમાં એક જગ્યાની બીજી દુર્ઘટના બની
નોંધનીય છે કે, છેલ્લા 12 કલાકમાં એક જગ્યાની બીજી દુર્ઘટના સામે આવી છે. બીજી ઘટનાની વાત કરવામાં આવે તો, ગતરાત્રિએ પણ આ કોઝવેના પાણીમાં 2 યુવાનો બાઇક સાથે ફસાયા હતાં. જો કે, તે બન્ને બાઈક સવાર યુવાનોનું પોલીસે રેસ્કયુ કર્યું હતું. જેથી સદ્ નસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વારંવાર મામલતદાર સરપંચ સહિત તંત્રની વહેતા પાણીના પ્રવાહમાં જોખમ ન ખેડવા અપીલ છત્તાં પણ લોકો બેદરકારી દાખવે છે. આ બાબતે લોકોએ જાતે જ તકેદારી રાખવી જોઈએ અને આવી સ્થિતિમાં જોખમી પ્રવાસ ના ખડેવો જોઈએ.
આ પણ વાંચો: Rain Forecast: ગરબાના રંગમાં મેહુલિયો પાડી શકે છે ભંગ! નવરાત્રિમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી