- વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઇ બેઠક યોજાઇ
- બેઠકમાં લોકમેળો ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવાયો
- આગામી તારીખ 06 થી 09 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે
Surendranagar: વિશ્વ પ્રસિદ્ધ મેળાને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. સુરેન્દ્રનગર (Surendranagar)નો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લઇ આજે મહત્વની બેઠક યોજાઇ હતી. સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટર કે.સી. સંપટ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. મળતી જાણકારી પ્રમાણે બેઠકમાં લોકમેળો ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખુશીની વાત એ છે કે, આગામી તારીખ 06 થી 09 સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે. થાનના તરણેતર ખાતે લોકમેળો ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
Are you ready to attend the celebrations at Gujarat’s most colourful fair? Yes, the Tarnetar Fair is happening from 6th to 9th September, 2024. Plan your trip to enjoy the vibrant tradition, soulful devotion, romance and dance along with sporty flair at Tarnetar Fair.… pic.twitter.com/lzhjvTWGaG
— Gujarat Tourism (@GujaratTourism) August 31, 2024
આ પણ વાંચો: Gujarat: 206 માંથી 108 જળાશયો હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યાં, સરદાર સરોવર તો…
ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે યોજાશે ભાતીગળ લોકમેળો
સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના થાન તાલુકાના તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે યોજાશે. આગામી તારીખ 06 સપ્ટેમ્બર થી 09 સપ્ટેમ્બર સુધી યોજાનાર તરણેતરના મેળાના આયોજનને લઈને તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવાયો છે. જેથી મેળા પ્રેમીઓ ખુશીના સમાચાર છે.
આ પણ વાંચો: Gujarat: અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે પણ કરી આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
બેઠક બાદ લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અત્યારે મેળો શરૂ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટર કે.સી. સંપટ, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા પોલીસ વડા ડો.ગિરીશ કુમાર પંડ્યા અને સરપંચની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
આ પણ વાંચો: Gujarat: વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ અંબાલાલે ફરી એક મોટી આગાહી કરી દીધી, સપ્ટેમ્બરમાં આવશે…