- ભરૂચના અનેક રસ્તા પર પાણી ભરાતા વાહનોની લાંબી કતાર
- ભૃગુઋષિ બ્રિજ જ્યોતિનગર સુધી ટ્રાફિકજામ સર્જાયો
- સમગ્ર કોલેજ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી
- કલેકટર કચેરી નજીકનું રેલ્વે ગરનાળુ બંધ કરવામાં આવ્યું
Bharuch: ભરૂચમાં ધોધમાર વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ઘણા કલાકોમાં ભારે વરસાદથી શહેરના ઘણા નાળાઓ ભરાઈ ગયા છે, જેના પરિણામે અનેક માર્ગો પર વાહનોની લાંબી કતારો જોઈ શકાય છે. ભરૂચના ભૃગુઋષિ બ્રીજથી જ્યોતિનગર સુધી અને સમગ્ર કોલેજ રોડ ટ્રાફિકજામથી ભરાઈ ગયા છે. ભરૂચ શહેરના કલેક્ટર કચેરી નજીકના રેલ્વે ગળનારૂ અને શક્તિનાથ નજીકના નાળાઓ પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે આ વિસ્તારોમાં વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે અટક ગયો છે. સેવાશ્રમ રોડ, ઝાડેશ્વર રોડ, ગાંધી બજાર, ફાટા તળાવ અને દાંડિયા બજાર જેવા વિસ્તારો જળબંબોળ છે.
હવામાન વિભાગની આગાહી તેમજ હાલમા પડેલ ભારે વરસાદ ધ્યાને લેતા આવતીકાલે ભરૂચ શહેર તથા ભરૂચ તાલુકાની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમા શિક્ષણ કાર્ય બંધ રહેશે. અન્ય તાલુકાઓમાં જે તે વિસ્તારની પરિસ્થિતિ મુજબ શાળાના આચાર્ય/સંચાલકશ્રીઓ/તાલુકા શિક્ષણાધિકારીશ્રીએ નિર્ણય લેવાનો રહેશે.@CMOGuj
— Collector & DM Bharuch (@CollectorBharch) September 2, 2024
આ પણ વાંચો: Chhotaudepur: મધરાત્રિથી મુશળધાર વરસાદનું આગમન, સુખી ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યાં
બે કલાકથી સમગ્ર ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ સામે આવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, બે કલાકથી સમગ્ર ભરૂચ શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ સામે આવી રહી છે, જેમાં મર્યાદા સુધી વાહન ચાલકો અટવાઈ ગયા છે. આ સદંતર પરિસ્થિતિને કારણે ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને ન્યાયાધીશોના વાહનો પણ ફસાયા છે. શહેરનું મોટું ભાગ પાણીથી ભરાઈ ગયું છે, અને વીજ પુરવઠો પણ અસ્થિર થઈ ગયો છે. ભરૂચના કલેકટર કચેરી નજીક કોર્ટ રોડ અને બહુમાળી બિલ્ડિંગ સહિતના વિસ્તારો ઘૂંટણ સુધી પાણીમાં ડૂબી ગયા છે. ફાટા તળાવથી ગાંધી બજાર વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી રહી છે, જેના કારણે વાહનો પણ તણાયા છે.
ભરૂચ જિલ્લામાં તા.૦૨/૦૯/૨૦૨૪ (ઓરેન્જ એલર્ટ) અને તા.૦૩/૦૯/૨૦૨૪ (રેડ એલર્ટ) ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ધ્યાન પર લઈ તમામ નાગરિકો ને સતર્કતા જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવે છે.@CMOGuj @InfoGujarat pic.twitter.com/X8dG9aiCgP
— Collector & DM Bharuch (@CollectorBharch) September 2, 2024
આ પણ વાંચો: Heavy Rains Update: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ, જાણો ક્યાં કેટલો વરસાદ થયો
5 ઈંચથી વધુ વરસાદ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા
આ મૌસમની અસરને કારણે ભરૂચના શહેરી જીવનમાં મોટું વિક્ષેપ સર્જાયો છે અને તાત્કાલિક સાન્વાર માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, અત્યારે અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે. હવાવાન વિભાગ દ્વારા પાંચ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી આગાહીને પગલે ભરૂચમાં પણ ભારે વરસાદ થયો છે. મળતી જાણકારી પ્રમાણે ભરૂચમાં 5 ઈંચથી વધુ વરસાદ થવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં મેઘરાજાએ શરૂ કરી બેટિંગ, સરેરાશ 22 એમએમ વરસાદ પડ્યો