BHARUCH : ભરૂચ (BHARUCH) નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ભરૂચના નગરજનો છેલ્લા ઘણા સમયથી રોડ ઢોર અને ગંદકી થી પરેશાન બન્યા હોય ખુલ્લી ગટરોથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય તેવા આક્ષેપ સાથે વિપક્ષ હોય હાથમાં વિવિધ સૂત્રોચાર સાથેના પ્લે કાર્ડ સાથે નગરપાલિકાના સામાન્ય સભાના સભાખંડમાં પ્રવેશ મેળવતા વિપક્ષીઓના મોતિયા મળી ગયા હતા. અને અંતે બંને પક્ષોની ગરમા ગરમી વચ્ચે સામાન્ય સભા સંપન્ન થઈ હતી.
હાથમાં પ્લે કાર્ડ લઈ પ્રવેશ્યા
ભવ્ય ભરૂચને ભાજપે ભાંગી નાખ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં જેમ ખારી સિંગ ખમણ વખાણાય છે, તે પ્રમાણે હવે ભરૂચના ખાડા પણ પ્રચલિત બની વખાણાંતા હોવાના આક્ષેપ સાથે હાથમાં પ્લે કાર્ડ લઈ નગરપાલિકાની સામાન્ય સભાના સભાખંડમાં વિપક્ષીઓએ પ્રવેશ લીધો હતો અને સામાન્ય સભામાં એજન્ડા ના મુદ્દા ઉપર પછી ચર્ચા વિચારણા કરીશું તેમ કહી સૌપ્રથમ ભરૂચ ના નગરજનો જે ત્રણ વસ્તુ એટલે કે રોડ ઢોર અને ગંદકી થી પરેશાન બન્યા હોવાના આક્ષેપ સાથે તે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા વિપક્ષોએ ભાર મૂક્યો હતો.
સત્તા પક્ષને ઘેરાવાનો પ્રયાસ
સૌ પ્રથમ ત્રણ મુદ્દાઓ ઉપર વિપક્ષીઓ અને સત્તા પક્ષના ગણ્યા ગાંઠ્યા પક્ષના નેતા દંડક વચ્ચે રસાકસીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને સામાન્ય સભામાં 57 મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંતે તમામ મુદ્દા ઉપર બહાલી અપાઇ હતી. પરંતુ બ્લેક લિસ્ટ કરાયેલા કોન્ટ્રાક્ટરોને પરત કામ અપાવવા મુદ્દે ભારે ગરમા ગરમી સર્જાઇ હતી. ભાજપના 30 વર્ષના શાસનમાં ભવ્ય ભરૂચ ને ભાજપે ભાંગી નાખ્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષીઓ એ સત્તા પક્ષનો ઘેરાવો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પક્ષના નેતા દંડક પૂર્વ પ્રમુખ સિવાયના અન્ય સભ્યો માત્ર સામાન્ય સભામાં હાજરી પુરાવા જ આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
પ્રમુખના અધ્યક્ષતામાં સામાન્ય સભા સંપન્ન
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાની જર્જરીત ઇમારતો સહિત પ્રાથમિક શાળાઓના રિનોવેશન નગરપાલિકાના સેક્રેટરી ની ઓફિસ અને ફાયર શાખાની ઓફિસમાં એસી લગાડવા સહિતના વિવિધ એજન્ડા ઉપર વાદવિવાદ અને આક્રોશ વચ્ચે આખરે સામાન્ય સભા સંપન્ન થઈ હતી. સંપૂર્ણ સામાન્ય સભામાં માત્ર પક્ષના નેતા અને દંડક વધારે વિપક્ષીઓને પહોંચી વળ્યા હતા પરંતુ મોડે મોડે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ પણ નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં આવ્યા હતા અને વિપક્ષીઓના સવાલોના જવાબો આપી નગરપાલિકાની સામાન્ય સભાને સંપન્ન કરાવી હતી નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષતામાં સામાન્ય સભા સંપન્ન થઈ હતી
કારોબારી ચેરમેન ચાલુ સારવારે હોસ્પિટલમાંથી બોર્ડની મિટિંગમાં પહોંચ્યા..? છે ને પાલિકાની ચિંતા..
ભરૂચ નગરપાલિકામાં સૌથી મજબૂત નગર સભ્ય કે ચેરમેન કોણ..? નગરપાલિકાના કારોબારી ચેરમેન ગતરોજથી તેમની તબિયત લથડી હોવાના કારણે તેઓ ભરૂચને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા અને સવારના સમયે નગરપાલિકાની સામાન્ય સભા હોય હોસ્પિટલમાં ચાલુ સારવારે હાથમાં ગ્લુકોઝના બોટલ ચડાવતી વખત લગાવવામાં આવતી સોય સાથે આવ્યા હતા અને એક કલાક બોર્ડની મિટિંગમાં વિપક્ષીઓના સવાલોના જવાબો આપી બોર્ડની મીટીંગને સંપન્ન કરાવી હતી
નગરપાલિકા પ્રમુખ માત્ર સામાન્ય સભાનો પ્રારંભ કરાવ્યો અને પૂર્ણ થતા આભાર વિધિ કરી..
ભરૂચ નગરપાલિકાના પ્રમુખમાં હજુ જોશ જોવા મળતો નથી નગરપાલિકાના પ્રમુખની ખુરશીમાં જે પાવર હોય છે તે પાવર હજુ આવતા સમય લાગશે અને તેટલા સમયમાં તો પ્રમુખ પદની ટમ પણ પૂર્ણ થઈ જશે સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખે માત્ર સભાનો પ્રારંભ કરાવ્યો અને ચાર કલાક ચારેલી સભા બાદ સભાની પૂર્ણ હુતિને લઈ આભાર વિધિ કરી ત્યાં સુધી વિપક્ષીઓને સત્તાપક્ષના કારોબારી ચેરમેન અને પક્ષના નેતા દંડક અને પૂર્વ પ્રમુખો જ પહોંચી વળ્યા હતા જ્યારે સત્તાપક્ષમાં અન્ય નગરના સભ્યો તો માત્ર સભાખંડમાં એસીની ઠંડી હવા ખાવા માટે જ આવ્યા હતા
એઆઈએમઆઈએમના નગર સેવકોના જ વિસ્તારોમાં નથી થતા કામ.. સભામાં ઠાલવ્ય રોષ
નગરપાલિકાની સામાન્ય સભામાં તો એઆઇએમઆઇએમના નગર સભ્યોએ પણ તેમના વિસ્તારમાં કામ ન થતા હોય તેવા આક્ષેપ સાથે સામાન્ય સભા ગજવી હતી અને ૨ નગર સેવકોએ પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાના આક્ષેપ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. પરંતુ એઆઈએમઆઈએમના નગર સેવકોને નથી સત્તા પક્ષનો કે વિપક્ષનો સહકાર ત્યારે વિસ્તારના કામો કેવી રીતે થશે તે પણ પ્રશ્નો ઉભો થઈ જવું છે
61 જેટલા કામોની મંજુર થયેલી ગ્રાન્ટોના સમયસર કામ ન થતા કામો રદ કરાયા
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં એક એજન્ડા જુના કામો જે થઈ શક્યા નથી તે રદ કરવા ની વાત મૂકવામાં આવી હતી તો વિપક્ષીઓએ પૂછ્યું કેટલા કામો નથી થયા 61 કામો રદ કરવા સાથે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પરત ગયો હોવાની વાતને લઈ સત્તાપક્ષ અને વિપક્ષો વચ્ચે ભારે ગરમા ગરમી થાય હતી
પૂર્વ ધારાસભ્યના નગર સભ્યો વિરોધમાં કામ કરતા હોવાની વાત બાદ સભાખંડમાં બંને પૂર્વ પ્રમુખો બોલ્યા..?
પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના નગરસેવકો પક્ષ વિરોધી કામ કરતા હોવાની ચાપલૂસી પ્રદેશમાં પહોંચી હતી પરંતુ નગરપાલિકાના સભ્યોના વિસ્તારના કામો પણ ન થતા હોય તેવી વાતો વચ્ચે હાલ સામાન્ય સભામાં પૂર્વ ધારાસભ્યના અંગત કહેવાતા નગરસેવક પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને સુરભીબેન તમાકુવાલા તથા દંડક નરેશ સુથારવાળા ધનજી ગોહિલ આખરે વિપક્ષીઓના આકરા સવાલોના જવાબ આપવા માટે તત્પર રહ્યા હતા.
અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો — Bharuch : નંબર પ્લેટ વગરની, PRESS લખેલી કાર તપાસતા પિસ્તોલ મળી, એકની ધરપકડ