+

Rajkot: કહેવાતા સમાજ સેવકોએ વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, આખરે યુવતી ખખડાવ્યો ન્યાયનો દ્વાર

Rajkot: ગુજરાત જે મહિલાઓ માટે ખુબ જ સુરક્ષાનું કેન્દ્ર ગણાય છે, પરંતુ મહિલાઓ સાથે વર્તનને લઈને શંકાઓ થઈ રહીં છે. કારણ કે, છાસવારે મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના કેસ સામે…

Rajkot: ગુજરાત જે મહિલાઓ માટે ખુબ જ સુરક્ષાનું કેન્દ્ર ગણાય છે, પરંતુ મહિલાઓ સાથે વર્તનને લઈને શંકાઓ થઈ રહીં છે. કારણ કે, છાસવારે મહિલાઓ સાથે છેડતી અને દુષ્કર્મના કેસ સામે આવી રહ્યા છે. હવે વાત કરીએ તો, રાજકોટ (Rajkot) જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (Matrushree D.B.Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલયની એક યુવતીએ દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી છે. અહીં છાત્રાલયમાં રહેતી અને છેલ્લા પાંચ વર્ષ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ છાત્રાલયમાં રહી BSC સુધીનો અભ્યાસ ગત વર્ષે પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થિની જ્યારે અભ્યાસ કરી રહી હતી, તે સમયએ કેટલાક કહેવાતા સમાજ સેવક નેતાઓએ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ

માતૃશ્રી ડી.બી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (Matrushree D.B.Patel Education Trust) સંચાલિત કન્યા છાત્રાલય આટકોટના ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુભા (Madhu Tadhani) વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા (Paresh Radadiya) વિરૂદ્ધ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આટકોટ પોલીસ સ્ટેશન (Rajkot)માં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. નોધનીય છે કે, કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની ટાઢાણી અને સાથે ધાક ધમકી, મારામારી અને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

માતા-પિતાના મારી નાખવાની ધમકી આપતા આરોપીઓ

આ વિદ્યાર્થિનીના શબ્દોમાં વાત કરવામાં આવે તો, કન્યા છાત્રાલ ટ્રસ્ટી અરજણભાઈ રામાણીને રજૂઆત કરતા તેમને કહ્યુ કે, બંને મારા મિત્ર છે અને આમાં પોલીસ ફરિયાદ કરવાથી કશુ થશે નહીં માટે તો ચૂપ રહેજે. પરેશભાઈ રાદડિયાએ વિદ્યાર્થીની પર પહેલેથી ખરાબ નજર હતી. એટલા માટે પરેશ રાદડીયાએ વિદ્યાર્થિનીને કન્યા છાત્રાલયમાં રેકટર બનાવેલ રેકટર સ્ટાફની ઓફિસ અલગ હોય તેમ માટે રિપોર્ટ મંગાવવાના બહાને બોલાવીને નરાધમો બળજબરી કરતા હતા. આમાં મધુભાઈ ટાઢાણીએ છાત્રાલયમાં કલરનો કોન્ટ્રાક્ટ રાખેલો કલરના બહાને વારંવાર રૂમમાં તપાસ કરવા આવે અને બળજબરી કરતા હતાં.

ચાર લોકો સામે યુવતીએ નોંધાવી ફરિયાદ

મધુ ટાઢાણી અને પરેશ રાદડીયા બંને વારાફરતી બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો. આટકોટની કે.ડી.પી હોસ્પિટલમાં મધુ ટાઢાણીએ દુષ્કર્મ ગુજારેલ તેવો વિદ્યાર્થિનીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ પછી પરેશ રાદડિયા અને મધુ ટાઢાણીના ત્રાસથી યુવતી સુરત રહેવા માટે જતી રહી હતી, પણ મધુ ટાઢાણી ત્યાં પાછળ ગયા અને મારકુટ કરી બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી અને દુષ્કર્મ ગુજાર્યો હતો. વિદ્યાર્થીનીએ કહ્યું કે, અર્જુનભાઈ રામાણી અને અન્ય એક અજાણ્યો વ્યક્તિ મદદ કરતો હતો. આમ અત્યારે ચાર લોકો વિરુદ્ધ વિદ્યાર્થિનીએ આટકોટ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

અમારે મોટી ઓળખાણ છેઃ કહેવાતા સમાજ સેવક

આ બન્ને યુવતીને ધાક-ધમકીઓ આપીને દુષ્કર્મ આચરતા હતા. પરેશ રાદડિયા અને મધુ ટાઢાણી કહેતા કે, અમારી પહોંચ છેક ઉપર સુધી છે અને પોતે રાજકારણમાં સારી એવી ઓળખાણ છે. આવી બધી ધમકીઓ આપવામાં આવતી હતી. મધુ ટાઢાણીએ તો યુવતીને છેક તેના ઘરે જઈને પણ ધમકીઓ આપેલી હતી. યુવતીને કહ્યું હતું કે, તારે મારી સાથે લગ્ન કરવાના છે અને મારા છોકરાને સાચવવાના છે. આ દરમિયાન વિદ્યાર્થિનીએ મધુ ટાઢાણીને કહ્યું હતું કે, તમે પરણીત છો અને મારી જિંદગી શા માટે બગાડો છો? છતાં પણ મધુ ટાઢાણીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

વિદ્યાર્થિની સાથે અવારનવાર આચર્યું દુષ્કર્મ

એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થિનીના પરિવારના સભ્યોએ ડરીને ગયા અને ન્યાય માટે પ્રથમ છાત્રાલયના ટ્રસ્ટીઓ પાસે ગયા હતા, પરંતુ અહીં તેમને સમાધાન કરી લ્યો તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોએ અને વિદ્યાર્થિનીએ રાજકોટ રૂરલ એસ.પી. કચેરીએ ન્યાય મળે તે માટે પ્રથમ અરજી કરી અને ત્યારબાદ આટકોટ પોલીસમાં ન્યાય મેળવવા પહોંચી છે.અત્યારે યુવતીએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે.

આટકોટ ના દુષ્કર્મ મામલે આટકોટ પોલીસે એફ.આઇ.આર નોંધી

ગોંડલ સર્કલ Dysp કિશોરસિંહ ઝાલાએ જણાવ્યુ કે, આટકોટની માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવી છે. અગાઉ કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશ અને રાદડિયા મધુ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ 376,1 (376-2- 1) 373d-344-506 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તેમજ આ ગુનાની તપાસ I.U.C.A.W.ના પી.આઈ રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે. આરોપી છે તેને શોધવા માટે LCB, SOG અને આટકોટ પોલીસની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે.

અહેવાલઃ દુર્ગેશ કુબાવત, જસદણ

આ પણ વાંચો: Rajkot: અધધ.. મહાનગરપાલિકાનું પાણી વેરાનું 251 કરોડ રૂપિયાનું બિલ બાકી!

આ પણ વાંચો: Gujarat: શિક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર, ફરી એકવાર બહાર પડી જ્ઞાન સહાયની ભરતી

આ પણ વાંચો: Surat: લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ફાયર જવાનો દ્વારા SRP જવાનોને કરાયા રેસ્ક્યુ

Whatsapp share
facebook twitter