- અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ
- ગોંડલ શહેરમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદી ઝાપટા
- દ્વારકાના ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદ
- જામનગર શહેર અને જિલ્લામાં મેઘાવી માહોલ
- ખંભાળિયામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
Gujarat: ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ થયો હોવાના અહેવાલો મળી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાની જાણકારી મળી છે. ગોંડલ, જામનગર, દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. રોજકોટની વાત કરવામાં આવે તો, ગોંડલ શહેરમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદી ઝાપટા જોવા મળ્યાં છે. ગોંડલમાં વરસાદી ઝાપટાને લઈને રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. નોંધનીય છે કે, વરસાદને લઈને કપાસ, મગફળી, સોયાબીન અને ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે.
Gujarat : અડધા રાજ્ય પર વરસાદનું તાંડવ | Gujarat First #RainForecast #WeatherUpdate #HeavyRainfallAlert #MonsoonUpdate #IMDPrediction #RainTillThisDate #GujaratWeather #RainyDaysAhead #WeatherWarning #StayPrepared #RainfallPrediction #Monsoon2024 #GujaratFirst #Gfcard… pic.twitter.com/VG2JoEMXwt
— Gujarat First (@GujaratFirst) October 14, 2024
ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી
ગુજરાત (Gujarat)માં સતત ત્રણ દિવસથી ધોધમાર વરસાદને લઈને ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જામનગર શહેર જિલ્લામાં મેઘાવી માહોલ રચાયો હતો. કાલા ડિબાંગ વાદળો અને મેઘગર્જના વચ્ચે જામનગરમાં જોરદાર વરસાદી ઝાપટું આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ લાલપુર તાલુકા મથકે અડધો ઇંચ વરસાદ થયો તો. જામનગર આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. આ સાથે રંગમતી ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે, જેથી ભયજનક સપાટી થતા એક દરવાજો એક ફૂટ ખોલાયો છે. ડેમ ભયજનક સપાટીએ પહોંચતા ચંગા, ચેલા, દરેડ, જુના અને નવા નાગના ગામ અને જામનગરના નવાગામ ઘેડ વિસ્તારના નાગરિકોને સચેત કરી દેવામાં આવ્યાં અને એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન #weather #WeatherUpdate #Gujarat DAY5-7 pic.twitter.com/JZQTbO6uXI
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) October 14, 2024
આ પણ વાંચો: Kheda: નરાધમી પાડોશીએ સગીર વયની 4 બાળકીઓ પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ
ખંભાળિયામાં રેલવેના ગરનાળામાં ગોઠણ સમા પાણી ભરાયા
દ્વારકાની વાત કરવામાં આવે તો, ખંભાળિયામાં શહેરમાં આવેલ રેલવે ગરનાળામાં ભરાયા પાણી છે. 2 ઇંચથી વધુ વરસાદ થતાં ખંભાળિયામાં આવેલ રેલવેના ગરનાળામાં ગોઠણ સમા પાણી ભરાયા હોવાના અહેવાલ મળ્યાં છે. પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં હાલાકી પડી રહીં છે. ખંભાળિયાના હર્ષદપુર ગામ તેમજ અન્ય સોસાયટીમાં જવાનો રસ્તા પર આ ગરનાળું આવેલું છે. નોંધનીય છે કે, ગરનાળામાં પાણી ભરાયુ હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહીં છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન#weather #WeatherUpdate #Gujarat
DAY1-4 pic.twitter.com/vWHVBIpEeR— IMD Ahmedbad (@IMDAHMEDABAD) October 14, 2024
આ પણ વાંચો: Deesa: બે લૂંટારૂઓ રિવોલ્વર બતાવીને 80 લાખ રૂપિયા લૂંટી ગયા, આંગડિયા પેઢીને રોવાનો વારો
મગફળી, કપાસ અને એરંડા સહિતના પાકને મોટા પાયે નુકશાન
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં વાતાવરણમાં પલટા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ચોટીલા શહેરી વિસ્તાર સહિત આસપાસના મોલડી, આણંદપુર, નવાગામ, પીપળીયા સહિતના ગામોમાં પણ વરસાદનુ આગમન થયું છે. જો કે, વરસાદના આગમનના કારણએ ખેડૂતોની હાલત કફોડી બની છે. કારણ કે, આ વરસાદના કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને એરંડા સહિતના પાકને મોટા પાયે નુકસાની જવાની ભીતિ સર્જાઈ છે. અત્યારે થયેલો વરસાદ ખેડૂતો માટે નુકસાન કારક નિવડી રહ્યો છે.
આ પણ વાંચો: Ankleshwar કોર્ટે પાંચેય આરોપીઓના ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા, ટૂંક સમયમાં લઈ જવાશે દિલ્હી