- દિલ્લી પોલીસે 72 કલાકના રિમાન્ડ માંગ્યા હતા
- અંકલેશ્વર કોર્ટે 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા
- ટુંક સમયમાં આરોપીઓને અંકલેશ્વર કોર્ટથી દિલ્લી લઈ જવાશે
Ankleshwar: અંકલેશ્વરની આવકાર ડ્રગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી 5 હજાર કરોડની કિંમતનું કોકેઇન મળી આવ્યું હતું. ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત રીતે ગઈ કાલે રાત્રે એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત પોલીસે કુલ 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું હતું. આ સાથે સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આજે આ પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા અને રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેથી અંકલેશ્વર (Ankleshwar) કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
આ પણ વાંચો: 5 હજાર કરોડનાં ડ્રગ્સ કેસ મામલે મુમતાઝ પટેલની પ્રતિક્રિયા, 5 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
અંકલેશ્વર કોર્ટે 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા
નોંધનીય છે કે, દિલ્લી પોલીસે અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કરી 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગ્યા હતાં. જેથી કેસની તપાસ થઈ શકે અને માહિતી મળી શકે કે, આરોપીઓ કેટલા સમયથી આ નેટવર્ક ચલાવતા હતા. ફાર્માસ્યુટિકલની આડમાં ક્યાં ક્યાં કોકેઇન સપ્લાય કરવામાં આવતું હતું? કેસમાં હજી કોણ કોણ સામેલ છે? આવા અનેક ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. જેથી અંકલેશ્વર કોર્ટ દ્વારા ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખી 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે.
Gujarat: Drugs માટે Gujarat બન્યું ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ । Gujarat First@narendramodi @AmitShah @Bhupendrapbjp @PMOIndia @HMOIndia @CMOGuj @sanghaviharsh #gujarat #amitshah #cmbhupendrapatel #cmo #harshsanghavi #hmo #DrugTrafficking #AnkleshwarOperation #GujaratPolice… pic.twitter.com/ou8MK4kqTj
— Gujarat First (@GujaratFirst) October 14, 2024
આ પણ વાંચો: રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ
તમામ આરોપીઓને અંકલેશ્વર કોર્ટથી દિલ્લી લઈ જવામાં આવશે
મળતી જાણકારી પ્રમાણે ટુંક સમયમાં આરોપીઓને અંકલેશ્વર કોર્ટથી દિલ્લી લઈ જવામાં આવશે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, આરોપી અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેસાનિયા સહિત પાંચ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા બહાર આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. અંકલેશ્વર (Ankleshwar)ની આવકાર ડ્રગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. જે મામલે અત્યારે મોટી કાર્યવાહી કરવામાં આવી રહીં છે. આ મામલે હજી પણ કેટલા આરોપીઓ સામેલ છે, તે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Drugs Case : ડ્રગ્સ માફિયાઓનો નવી મોડ્સ ઓપરેન્ડી, આ રીતે બનાવડાવે છે ડ્રગ્સ…