- અંકલેશ્વરની ગ્રીન પાર્ક સોસાયટી નજીક સ્કૂલ રિક્ષા પલટી મારી
- રિક્ષામાં સવાર સ્કૂલના બાળકો રોડ ઉપર પટકાતા સામાન્ય ઇજાઓ
- બિસ્માર રસ્તાના કારણે રીક્ષા પલટી મારી હોવાના અહેવાલો
- સ્કૂલના બાળકો ભરેલી રીક્ષા પલટી મારી જતા આસપાસના લોકો દોડી આવ્યા
અંકલેશ્વરમાંથી (ANKLESHWAR) વધુ એક સ્કૂલ રિક્ષા પલટી (SCHOOL RICKSHAW) મારી જવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરની (ANKLESHWAR) ગ્રીન પાર્ક સોસાયટી નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતીના અનુસાર, સોસાયટી નજીક પડેલા ખાડાથી સ્કૂલ રિક્ષા (SCHOOL RICKSHAW) પલટી મારી હતી. રિક્ષા પલટી મારી જતા રિક્ષામાં બેઠેલા શાળામાં જતા બાળકોને સામાન્ય ઇજા પણ થઈ જવા પામી હતી. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
ઘટના બિસ્માર રસ્તાના કારણે બની હોવાનુ અનુમાન
ગુજરાતમાં હવે બાળકોને શાળામાં લઈ જતા વાહનોની બેદરકારીના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. હવે આવી જ ઘટના અંકલેશ્વરમાંથી સામે આવી રહી છે. અંકલેશ્વરના ગ્રીન પાર્ક સોસાયટી નજીક સ્કૂલ રિક્ષા પલટી મારી હતી. રિક્ષા પલટી મારી જવાના કારણે તેમાં બેઠેલા બાળકોને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી.
તંત્રનું પાપ બાળકોના જીવ લેશે!
ખાડામાં સ્કૂલ રીક્ષા પલટી મારીAnkleshwarની ગ્રીન પાર્ક સોસાયટી નજીક માર્ગમાં પડેલા ખાડાથી સ્કૂલ ઓટો પલટી મારી, રિક્ષામાં સવાર સ્કૂલના બાળકો રોડ ઉપર પટકાતા સામાન્ય ઇજાઓ..#Ankleshwar #Accident #SchoolSafety #Schoolvan #RoadHazards #SafetyFirst… pic.twitter.com/IBjYoV9gry
— Gujarat First (@GujaratFirst) July 31, 2024
રિક્ષા પલટી મારી જતા વિસ્તારના આસપાસના લોકો દોડીને આવ્યા હતા અને તેમણે બાળકોને સંભાળ્યા હતા. સામે આવી રહેલા અહેવાલોના અનુસાર, રિક્ષા પલટી મારવાની ઘટના બિસ્માર રસ્તાના કારણે બની હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
અગાઉ પણ બની છે આવી ઘટના
School Vanમાં મોતની સવારી!
Suratના કીમ Olpadમાં સ્કૂલ વાને મારી પલટી
Mulad પાટિયા નજીક School Van પલટી જતા બાળકોને ઈજા
Vanમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને થઈ ઈજા
વહેલી સવારે શાળાએ જતા સમયે બન્યો બનાવ
સામે અન્ય સ્કૂલ બસ આવતા વાન ચાલકે કાબૂ ગુમાવ્યો
કાર પલટી જવાના CCTV… pic.twitter.com/A7NK7s4eEe— Gujarat First (@GujaratFirst) July 8, 2024
અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે જેમા સ્કૂલ વાહન સાથે અકસ્માત બન્યો હોય. થોડા સમય પહેલા સુરતના કીમ ઓલપાડ વિસ્તારમાં સ્કૂલ વાને પલટી મારી હોવાની ગોઝારી ઘટના સામે આવી હતી. મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી જતા તેમાં સવાર 9 વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે શાળાએ જતી વખતે આ ઘટના બની હતી.
આ પણ વાંચો : VADODARA : પંચાયતની સભામાં વિપક્ષના અણિયારા સવાલો બાદ અધિકારી રડી પડ્યા