+

AMC Corruption : વોર્ડ ઈન્સ્પેક્ટર 9 હજાર લેતા પકડાયો,એક મહિનામાં AMCના બે લાંચિયા બાબુ ગિરફ્તમાં

AMC Corruption : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) એ એક મહિનામાં બે લાંચિયા બાબુઓને ઝડપી લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) માં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ…

AMC Corruption : ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (Anti Corruption Bureau) એ એક મહિનામાં બે લાંચિયા બાબુઓને ઝડપી લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) માં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભ્રષ્ટાચાર (AMC Corruption) થી ખદબદે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદ શહેર (Ahmedabad City) ના આંબાવાડી વિસ્તારમાં ભાડાની ઑફિસની આકારણી ઓછી કરવા પેટે 10 હજારની લાંચ માગી વૉર્ડ ઈન્સ્પેક્ટરે 9 હજાર સ્વીકારતા ઝડપાયો છે. લાંચિયા વૉર્ડ ઈન્સ્પેક્ટરને પકડાવનાર ફરિયાદી ભૂતકાળમાં પણ એએમસીના ભ્રષ્ટાચારી બાબુ સામે જંગ છેડી ચૂક્યા છે.

 

શું હતી લાંચ કેસની ફરિયાદ ?

અમદાવાદના આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા અશ્વમેઘ એલીગન્સ પાર્ટ-1માં ઑફિસ ભાડે રાખનારા નાગરિક પાસે એએમસીના વૉર્ડ ઈન્સ્પેક્ટર સંજયકુમાર પટેલે (Sanjay Patel AMC) લાંચ માગી હોવાની ફરિયાદ આવી હતી. ભાડે રાખેલી ઑફિસનો વર્ષ 2024-25નો પ્રોપર્ટી ટેક્સ ફરિયાદીએ ભરવાનો બાકી હતો. પ્રોપર્ટી ટેક્સની ભાડુઆત તરીકેની આકારણી (Tax Assessment) નહીં કરવા આક્ષેપિત સંજય પટેલે પ્રથમ 10 હજારની લાંચ માગી હતી. રકઝકના અંતે 9 હજાર રૂપિયા લાંચ લેવા માટે સંજય પટેલ તૈયાર થયા હતા. એસીબી અધિકારીએ આજરોજ લાંચના છટકા (ACB Trap) નું આયોજન કર્યું હતું. જેમાં સંજય પટેલ રૂપિયા 9 હજાર રૂપિયા સ્વીકારતા ઝડપાઈ જતા લાંચની રકમ કબજે લઈ તેની ધરપકડ કરવામાં આવી છે. મૂળ સાબરકાંઠાના તલોદ તાલુકાના વાવ ગામનો વતની સંજયકુમાર જયંતિભાઇ પટેલ ગાંધીનગર રાયસણ ગામે વૃંદાવન હિલ્સ ખાતે રહે છે.

આ પણ  વાંચો –હજારો-લાખો કરોડ દેશની બહાર ગયા પછી Money Mule નો પ્રચાર કરતી RBI

54 હજાર પગારદારને લાંચિયાવૃત્તિ પડી ભારે

લાંચ કેસમાં ઝડપાયેલા સંજય પટેલ વર્ષ 2012માં જુનિયર ક્લાર્ક કમ વૉર્ડ ઈન્સ્પેક્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી લાગ્યા હતા. 8 વર્ષ સુધી તેમણે ગીતા મંદિર પાસે આવેલી જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કચેરીમાં ફરજ બજાવી હતી. વર્ષ 2021થી સંજય પટેલ એએમસીના પ્રોપર્ટી ટેક્સ વિભાગ (Property Tax Department AMC) માં ફરજ બજાવે છે અને હાલ રૂપિયા 54 હજાર માસિક પગાર મેળવે છે.

એસીબીને CARE પ્રોગ્રામ ફળ્યો

સંજય પટેલ સામે લાંચ કેસની ફરિયાદ આપનારા જાગૃત્ત નાગરિક અગાઉ પણ એએમસીમાં ચાલતા ભ્રષ્ટાચાર (AMC Corruption) સામે અગાઉ જંગ છેડી ચૂક્યા છે. AMC માં વર્ષ 2022માં ડિવિઝનલ ફાયર ઑફિસર તરીકે ફરજ બજાવતા મનિષ મોડ (Manish Mod DFO) દ્વારા ફાયર એનઓસી (Fire NOC) આપવા મામલે લાંચ માગવામાં આવી હોવાનો કેસ એસીબી તાજેતરમાં નોંધી ચૂકી છે. જેમાં હાલના ફરિયાદીએ આપેલી લડત સફળ બની હતી. લાંચિયા બાબુઓ સામે ફરિયાદ/રજૂઆત કરી ભ્રષ્ટાચાર સામે લડત આપનારા જાગૃત્ત નાગરિકોનું ACB CARE પ્રોગ્રામ હેઠળ તાજેતરમાં 15 ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિને સન્માન કરાતા ભ્રષ્ટાચાર સામેની લડાઈ (Fight Aginst Corruption) વધુ મજબૂત બની છે.

ઑગસ્ટ મહિનો AMC માટે ભારે રહ્યો

ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં Gujarat ACB એ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના ટીડીઓ હર્ષદ ભોજક (Harshad Bhojak TDO) ને 20 લાખની લાંચ લેતા પકડ્યો હતો. ધરપકડ બાદ સર્ચમાં હર્ષદ ભોજકના ઘરેથી 73 લાખ રોકડા અને સોનાનું બિસ્કીટ મળી આવ્યું હતું. એએમસીમાં વ્યાપકપણે ફેલાયેલા ભ્રષ્ટાચારની ફરિયાદો વર્ષોથી સાંભળવા મળે છે. ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અનેક મામલે ઉધડો લઈ ચૂકી છે. ભ્રષ્ટાચારથી ખદબદતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Corruption) માં એસીબીની ઉપરાછાપરી કામગીરીથી ફફડાટ વ્યાપી ગયો છે.

 

Whatsapp share
facebook twitter