- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી
- 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
- 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન
Gujarat Rain forecast: ગુજરાતમાં વરસાદી સંકટ ઓછું થાય તેમ લાગતું નથી. હવામાન વિભાગ સાથે સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજયમાં આજથી આગામી 24 ઓક્ટોબર સુધી માવઠા આગાહી (GGujarat Rain forecast) કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠું (Gujarat Rain forecast) થવાનું છે.
રાજ્યમાં 24 ઓક્ટોબર સુધી માવઠા આગાહી કરવામાં આવી
અંબાલાલ પટેલના જણાવ્યાં પ્રમાણે 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે.જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે તેવી પણ શક્યતા છે. આથી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં અણધાર્યો વરસાદ પડી શકે છે. એટલું જ નહીં પરંતુ આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધવાનું છે. 22 થી 24 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. આ સાથે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે.
Depression over westecentral and adjoining southwest Bay of Bengal crossed north Tamil Nadu – South Andhra Pradesh coasts between Puducherry and Nellore, close to north of Chennai, near latitude 13.5 N and longitude 80.2 E around 0430 hrs IST of today, the 17th October.… pic.twitter.com/ZHdxFq36G0
— India Meteorological Department (@Indiametdept) October 17, 2024
આ પણ વાંચો: Earthquake: ખાવડામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, 47 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
29 અને 30 ઓક્ટોબરે પશ્ચિમી વિક્ષેપ આવશે
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આજે પણ બપોર પછી ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, 29 અને 30 ઓક્ટોબરે પશ્ચિમી વિક્ષેપ આવશે. અંબાલાલની આગાહી પ્રમાણે દિવાળીના તહેવારોમાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગાહી પ્રમાણે રાજ્યમાં 1 નવેમ્બરથી 07 નવેમ્બર સુધી વાતાવરણ વાદળછાયું રહેવાનું છે.
આ પણ વાંચો: Gondal પંથકમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ, પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી
18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે
નોંધનીય છે કે, બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આગાહી પ્રમાણે 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળમાં વાવાઝોડું બનશે. રાજ્યમાં આ વખતે ચોમાસું ગયું જ નથી એવું લાગી રહ્યું છે. કારણે છેલ્લા ઘણાં સમયથી થોડા વિરામ બાદ વરસાદ થઈ રહ્યો છે. જોકે, વરસાદના કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ થવાની ભીતિ સેવાઈ રહીં છે.
આ પણ વાંચો: Rain Update: આ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, પાકમાં નુકસાનની ભીતિ