- AHMEDABAD માં ઓટોરિક્ષા અને ટેક્સીની હડતાળને નબળો પ્રતિસાદ
- અમદાવાદની જીવા દોરી સમાન અઢી લાખ રીક્ષા બંધ રહેશે તેવો આપ્યો હતો કોલ
- શહેરમાં રીક્ષા ચાલકોની હડતાળને નબળો પ્રતિસાદ
- શહેરમાં રાબેતા મુજબ રીક્ષા અને ટેક્સી કાર્યરત
- મેમનગર ખાતે રીક્ષા ચાલક ને બળજબરી પૂર્વક હડતાળમાં જોડવવવા પડાઈ રહી છે ફરજ
AHMEDABAD : AHMEDABAD માં આજે ઓટોરિક્ષા અને ટેક્સી દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જો શહેરમાં એક દિવસ પણ ઓટોરિક્ષા અને ટેક્સી બંધ રહે તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.તમને જણાવી દઈએ કે,સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રિગેટર કંપનીનાં ટુ-વ્હીલર બંધ કરાવવાની માગ સાથે રિક્ષાચાલકો અને ટેક્સી ડ્રાઇવરો હડતાળ ઉપર ઉતર્યા છે.પરંતુ પ્રાપ્ત માહિતીના અનુસાર, અમદાવાદમાં આજે આ ઓટોરિક્ષા અને ટેક્સીની હળતાલને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, AHMEDABAD ની જીવા દોરી સમાન અઢી લાખ રીક્ષા બંધ રહેશે તેવો કોલ આપ્યો હતો.
હળતાલને મળી રહ્યો છે નબળો પ્રતિસાદ
અમદાવાદમાં ઓટોરિક્ષા અને ટેક્સીની હડતાળને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.હળતાલની વાત કરવામાં આવે તો અમદાવાદની જીવા દોરી સમાન અઢી લાખ રીક્ષા બંધ રહેશે તેવો કોલ આપ્યો હતો.પરંતુ તેને આજે નબળો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.હળતાલ હોવા છતાં શહેરમાં રાબેતા મુજબ રીક્ષા અને ટેક્સી આજે કાર્યરત રહ્યા છે.આવા સમયમાં હળતાલને સફળ બનાવવા માટે મેમનગર ખાતે રીક્ષા ચાલક ને બળજબરી પૂર્વક હડતાળમાં જોડવવવા ફરજ પડાઈ રહી છે.હળતાલ પહેલા આંદોલનમાં શહેરના 80,000 ટેક્સી ડ્રાઇવરો પણ જોડાશે તેવી દાવો કરવામાં આવ્યો હતો, જે હવે પોકળ સાબિત થઈ રહ્યો છે.
આ માંગો માટે કરાઇ હતી હડતાળ
ઉલ્લેખનીય છે કે, સફેદ નંબર પ્લેટવાળા અનઅધિકૃત એગ્રીગેટર કંપનીના ટુ વ્હીલર બંધ કરાવવાની માંગ સાથે આ હળતાલ પાડવામાં આવી હતી.સવારે 6:00 વાગ્યાથી ઓટો રીક્ષા અને ટેક્સી અમદાવાદ શહેરમાં નહીં ફરે તેવી જાહેરાત કરવામાં આવી હતી.આરોપ છે કે,ઉબેર,ઓલા અને રેપિડો કંપની દ્વારા RTOના નિયમ મુજબ ભાડું આપવામાં આવતું નથી.સાથે ઓનલાઇન એપ્લિકેશનની હેરાનગતિ પણ વધી જતાં ડ્રાઇવરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારથી જ આ હડતાળમાં ટેક્સી અને રિક્ષા બંધ રહેવાના હતા પરંતુ આજે તેવું લાગી રહ્યું નથી. રિક્ષા અને ટેક્સી આજે રાબેતા મુજબ જ ચાલુ રહી છે.
આ પણ વાંચો : Ahmedabad : અમદાવાદીઓ ધ્યાન આપો..! કાલે વહેલા નીકળજો નહીંતર પહોંચી નહીં શકો ઓફિસે!