+

Ahmedabad: જાહેર રસ્તા પર ભાન ભૂલ્યા ABVP નેતાઓ, જીવ જોખમાય એ રીતે વાહન પર બેસીને કરી સવારી

GLS કોલેજમાં હતી ABVPની કારોબારીની બેઠક બેઠક દરમિયાન રેલીમાં ભાન ભૂલ્યા યુવા નેતાઓ જીવ જોખમાય એ રીતે વાહન પર બેસીને કરી સવારી ગાડીના બોનેટ અને દરવાજા પાસે જોખમી રીતે સવારી…
  1. GLS કોલેજમાં હતી ABVPની કારોબારીની બેઠક
  2. બેઠક દરમિયાન રેલીમાં ભાન ભૂલ્યા યુવા નેતાઓ
  3. જીવ જોખમાય એ રીતે વાહન પર બેસીને કરી સવારી
  4. ગાડીના બોનેટ અને દરવાજા પાસે જોખમી રીતે સવારી

Ahmedabad: ભારતભરમાં વિદ્યાર્થીઓ માટે અનેક સંગઠનો ચાલી રહ્યા છે. જેમાં એક નામ છે ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન). ABVP માં અનેક વિદ્યાર્થીઓ અને યુવા નેતાઓ જોડાયેલા છે. આમનું કામ વિદ્યાર્થીઓના હક માટે અવાજ ઉઠાવવાનું હોય છે. પરંતુ જો આ લોકો જ કાયદાનો ભંગ કરવા લાગે તો? જી હા એક વીડિયો અત્યારે સામે આવ્યો છે. જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓએ રેલી દરમિયાન નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે. શું આ ABVP ના કાર્યકર્તાઓને કાયદાનું પાલન કરવાનું નથી હોતું? આ કાર્યકર્તાઓ કોઈ કાયદાથી ઉપર તો છે નહીં. પરંતુ વીડિયો જોતા તો એવું લાગે છે કે, કાયદાઓ જાણે તેમના આંગણામાં બને છે.

આ પણ વાંચો: નવરાત્રિ દરમિયાન પ્રવાસ કરવાના છો તો રહેવા દેજો! રેલવેના શિડ્યુલમાં કરવામાં આવ્યો છે આવો ફેરફાર

શું ABVP સાથે જોડાયેલા છો તો આવું કરશો?

વિધારે વિગતે વાત કરવામાં આવે તો, GLS કોલેજ (Ahmedabad)માં ABVP કાર્યકર્તાઓની કારોબારી બેઠક દરમિયાન રેલીમાં યુવા નેતાઓ ભાન ભૂલ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, લોકોના જીવ જોખમાય એ પ્રકારે યુવા નેતાઓ વાહનો પર જોવા મળ્યા હતા. ગાડીના બોનટ અને દરવાજા પાસે ભયજનક રીતે બેસી રેલી યોજી હતી. શું આવી રીતે કોઈ રેલી કરવાની હોય? આવી રીતે જ કામ કરવાનું હોય તો પછી સંગઠનનો શું મલતબ? કારણ કે, ABVP ને જોઈને તો અનેક લોકો આગળ આવતા સિખે છે પોતાની રજૂઆતો કરતા સિખે છે. પરંતુ આવી રીતે કાયદાનું ઉલ્લંખન કરવું એ જરા પણ યોગ્ય નથી.

આ પણ વાંચો: સતત વધી રહ્યો છે ‘ઈકો સેન્સિટિવ ઝોન’નો વિરોધ, હવે દિલીપ સંઘાણી અને આ BJP નેતા પણ મેદાને!

શું નીતિ-નિયમો, કાયદા આમને લાગુ પડતા નથી?

હવે પ્રશ્ન એ થાય છે કે, શું આ યુવા નેતાઓ જે પોતાને ABVP કાર્યકર્તાઓ માને છે તેમને નીતિ અને નિયમો, કાયદા અને કાનુન લાગુ નથી પડતું? રેલીઓમાં ગાડીના બોનેટ પર બેસીને દરવાજા પાસે ઉભા રહીને જોખમી રીતે સવારી કરવી અન્ય માટે પણ નુકસાનકારક છે. જેથી કાયદાના દાયરામાં રહીંને જ રેલીઓ કે રજૂઆતો કરવી જોઈએ. કારણે કે, આ રેલીમાં તો જીવ જોખમાય એ રીતે વાહન પર બેસીને સવારી કરી હોવાનું સામે આવ્યું છે. અત્યારે આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે હવે આ મામલે કેવી કાર્યવાહી કરવામાં આવી છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: VADODARA : શિકારની શોધમાં સાંકડી ગલી સુધી પહોંચેલા મહાકાય મગરનું રેસ્ક્યૂ

Whatsapp share
facebook twitter