+

Gujarat Police અને Delhi Police નું સંયુક્ત ઓપરેશન, અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

પ્રાઈવેટ કંપનીમાંથી 518 કિલો કોકેઇન જપ્ત કર્યું અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડમાંથી ડ્રગ્સ જપ્ત અત્યાર સુધીમાં આ કેસમાં 13 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત Ankleshwar: ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ ઝડપાયાના કિસ્સાઓ સામે આવી…
  1. પ્રાઈવેટ કંપનીમાંથી 518 કિલો કોકેઇન જપ્ત કર્યું
  2. અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડમાંથી ડ્રગ્સ જપ્ત
  3. અત્યાર સુધીમાં આ કેસમાં 13 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત

Ankleshwar: ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સ ઝડપાયાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર (Ankleshwar)માંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા અત્યારે ડ્રગ્સ સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ ચાલી રહ્યું છે. આથી ગુજરાત પોલીસ (Gujarat Police)એ ફરી એકવાર કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. મળતી જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ સંયુક્ત ઓપરેશનમાં અંકલેશ્વર (Ankleshwar)ની આવકાર ડ્રગ લિમિટેડમાંથી રૂપિયા 5 હજાર કરોડનું ડ્ર્ગ્સ ઝડપી પાડ્યું છે.

પોલીસે અત્યારે 500 કિલો કોકેઈન જપ્ત કરી તપાસ હાથ ધરી

નોંધનીય છે કે, 5 હજાર કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. અગાઉ ઝડપાયેલા ડ્રગ કેસના તાર ગુજરાત સુધી લંબાયા હતા. મહત્વની વાત એ છે કે, કુલ મળીને 13 હજાર કરોડનું ડ્રગ જપ્ત કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અંકલેશ્વરની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી આવકાર ફાર્મા કંપનીમાંથી રૂપિયા 5000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઈન જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, આ ઓપરેશન દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ (Gujarat Police)એ સંયુક્ત રીતે પાર પાડ્યું છે.

આ પણ વાંચો: Diu: મધ દરિયે ડૂબી વણાકબારાની ફાયબર બોટ, ડૂબતી બોટની ઘડીનો સામે આવ્યો Video

ભારતનું યુવાધન જો આવી રીતે ડ્રગ્સના રવાડે ચઢશે તો…

અત્યારે રાજ્યમાં આવી રીતે નસીલા પદાર્થો આપીને યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, વિશ્વમાં સૌથી વધારે યુવાધન ભારતમાં છે પરંતુ ભારતનું યુવાધન જો આવી રીતે ડ્રગ્સના રવાડે ચઢશે તો તેના પરિણામ ઘણા માઠા આવવાના છે. જો કે, ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ડ્રગ્સ વેચનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહીં છે. અત્યારે આવા નસીલા પદાર્થોના ઉત્પાદનમાં આખી ઇન્ડસ્ટ્રીને બદનામ કરનારા એક એક આરોપીને શોધવા ખુબ જ અનિવાર્ય છે.

આ પણ વાંચો: Baba Siddique ની હત્યામાં ચોથા આરોપીની થઈ ઓળખ, પટિયાલા જેલમાંથી….

આ પણ વાંચો: મનપાની ફૂડ શાખા દ્વારા શહેરમાં ચેકીંગ, નાઘેડી વિસ્તારમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ

Whatsapp share
facebook twitter