અહેવાલ – અનિલ માઢક, મહુવા
તળાજામાં ડમી વકીલ અને પિટિશન રાઇટર અંગે હાઇકોર્ટ સુધી ફરિયાદ થઇ છે. મામલતદા, ડેપ્યુટી ક્લેક્ટર અને કોર્ટ કચેરી નજીક 24 જેટલા શખસ વકીલ કે પિટિશન રાઇટર તરીકે ઓળખ આપીને મોટી રકમ પડાવતા હોવાનો આરોપ વકીલ મંડળના પ્રમુખે મૂક્યો છે.
વકિલ મંડળની ફરિયાદ
તળાજાની મામલતદાર, ડે.ક્લેક્ટર અને કોર્ટ કચેરી નજીક અનેક દુકાનો એવી છે જેમાં વ્યવસાય કરનાર લોકો વકીલ ન હોવા છતાંય પોતાની ઓળખ વકીલ તરીકે કે પિટિશન રાઇટર તરીકે આપીને અરજદારો પાસેથી મોટી રક્સ પડાવતા હોવાનો આરોપ લગાવતી ફરિયાદ તળાજાના વકીલ મંડળના પ્રમુખ ભરત પાઠક દ્વારા સ્થાનિક પ્રસાશનથી લઇને રાજ્યની વડી અદાલત સુધી કરી છે.
ડમી ઉમેદવાર કાંડ બાદ ડમી વકિલકાંડ
ને તળાજા વકીલ મંડળ દ્વારા સોશિયલ મીડિયામાં પણ વહેતી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યના સૌથી મોટા ડમી પરીક્ષાર્થી કાંડમાં તળાજાના ઈસમોના સૌથી વધુ કાંડમાં તળાજાના ઈસમોના સૌથી નામો ખુલી રહ્યા છે ત્યારે તળાજાના વકીલ મંડળે ડમી વકીલ અને પિટિશન રાઈટર બની બેઠેલા લોકો સામે ફરિયાદ કરી છે.
24થી વધારે ડમી વકિલો બનીને છેતરે છે
પાંચ પેજ પર લખેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે અહીંની મામલતદાર અને કોર્ટ કચેરી નજીક આવેલ દુકાનોમાં આશરે 24થી વધુ વ્યક્તિઓ દ્વારા પોતાની એડવોકેટ તરીકે ખોટી ઓળખ આપી ખોટા નામે લોકોને વિશ્વાસમાં છેતરવાનો ધંધો કરે છે. પિટિશન રાઈટર તરીકેની ઓળખ પણ ખોટી આપે છે.
અરજદારોને હરાન કરવામાં આવે છે
અમુક વ્યક્તિએ તો પોતે વકીલ ન હોવા છતાય વકીલ તરીકે ના ખોટા કાર્ડ પણ છપાવેલ છે. એટલું જ નહીં સરકારી કર્મચારી હોવાનો અમુક લાભ લઈ રહ્યા છે. અરજદારને હેરાન પરેશાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે, આરોપ એવો પણ લગાવ્યો છે કે કોર્ટ ને લગતી તમામ કામગીરી કરવામાં આવશે તેવા બોર્ડ મારવામાં આવ્યા છે. વકીલના નામ ઉપર ખુબજ મોટા પ્રમાણમાં રક્મ લ્યે છે. ન્યાયધિશ સાથેના સારા સંબધોની વાત કરી વહીવટ કરાય છે?
જજ અને સ્ટાફ સાથે સારા સંબંધ હોવાની વાત કરી અરજદારોને ફસાવે છે
તળાજા વકીલ મંડળના પ્રમુખ ભરત પાઠકે પાંચ પાનાને લખેલા પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે, કોર્ટમાં ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં મામલતદાર ઓફિસમાં આંટા મારીને કહે છે કે, મામલતદાર કલેક્ટર કોર્ટના ન્યાયાધીશો અને તેઓના સ્ટાફ સાથે સારા સંબંધો હોવાથી તેની સાથે વહીવટ કરવા પડશે તેમ જણાવી મોટી રકમ લોકો પાસેથી પડાવવાનો ધંધો કરે છે જે વકીલોની એક પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવે છે.
શું કહે છે વકિલ મંડળના સભ્ય જુઓ Video….
આ પણ વાંચો : સુરતમાંથી ગોલ્ડ સ્મગલિંગના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ, જાણો સમગ્ર મામલો