Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Horticulture Farming: સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા

05:50 PM Feb 21, 2024 | Aviraj Bagda

Horticulture Farming: ખેડુતો વંશ (Farmers) પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી (Horticulture) તરફ વળ્યા છે. તો વધુ ઉત્પાદન અને સારી આવક પણ મેળવતા થયા છે. ત્યારે દીવસે અને દિવસે બાગાયતી ખેતી (Horticulture) પણ વધી રહી છે. જેને લઈ ખેડુતો (Farmers) સારી આવક પણ મેળવી રહ્યા છે..

  • 250 વીઘા કરતા વધુ મોસંબીના પાકનું વાવેતર કરાયું
  • મોસંબીના પાકમાં વર્ષમાં બે સમય ફાલ આવતો હોય છે
  • બાગાયત વિભાગ દ્રારા સબસિડી પણ અપાઈ રહી છે

250 વીઘા કરતા વધુ મોસંબીના પાકનું વાવેતર કરાયું

સાબરકાંઠા જીલ્લા (Sabarkantha) માં હવે ખાસ કરીને ખેડુતો (Farmers) બાગાયતી ખેતી (Horticulture) તરફ વળ્યા છે. જેમાં શાકભાજી કે ફળફળાદીની ખેતી દિવસેને દિવસે વધી રહી છે. મોસંબીની વાત કરીએ તો જિલ્લામાં 250 વીઘા કરતા વધુ વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે હિંમતનગરના મહેરપુરા ગામ કે જ્યા 100 વીઘા કરતા વધુ વિસ્તારમાં મોસંબી (Sweet Lemon) નું વાવેતર કરવામાં આવ્યુ છે. આમ તો એક વીધા પાછળ અંદાજે 20 હજાર જેટલો ખર્ચ થાય છે. તો ઉત્પાદન પણ અધધ થતુ હોય છે.

મોસંબીના પાકમાં વર્ષમાં બે સમય ફાલ આવતો હોય છે

મોસંબી (Sweet Lemon) નો પાક એવો છે કે જ્યા ઓછા સમયમાં પાક ઉભો થાય છે. તો સાથે આ પાકમાં માવજત પણ ઓછી જોવા મળે છે. તો આ પાકમાં કોઈ પ્રશ્નો પણ ઉભા થતા નથી. જેના કારણે ખેડુતો (Farmers) આ ખેતી વધુ કરતા થયા છે. આ મોસંબી (Sweet Lemon) ના પાકમાં વર્ષમાં બે સમય ફાલ આવતો હોય છે. જેના કારણે ખેડુતો (Farmers) મોસંબી (Sweet Lemon) ની ખેતી તરફ વળ્યા છે.

બાગાયત વિભાગ દ્રારા સબસિડી પણ અપાઈ રહી છે

ભાવની વાત કરીએ તો સિઝન દરમિયાન 15 થી 20 રૂપિયા કિલો મોસંબી (Sweet Lemon) વેચાતી હોય છે. એટલે કે એક વીઘામાં અંદાજે 20 હજારનો ખર્ચ કરતા 1 લાખથી 1.5 લાખ રૂપિયા ખેડુતોને (Farmers) મળતા હોય છે. જેના કારણે ખાસ કરીને ખેડુતોએ મોસંબી (Sweet Lemon) નું વાવેતર કર્યુ છે. તો આ જોઈ અન્ય ખેડુતો પણ મોસંબી (Sweet Lemon) ના પાક તરફ વળ્યા છે. આમ તો ખેડુતો (Farmers) હાલ વંશ પરંપરાગત ખેતી છોડી બાગાયતી ખેતી (Farmers) તરફ વળ્યા છે ફળફળાદીનું વાવેતર વધી રહ્યું છે. ત્યારે બાગાયત વિભાગ દ્રારા સબસિડી પણ અપાઈ રહી છે. તો ઉત્પાદન ઝડપી મળી રહ્યું છે.

અહેવાલ યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: Porbandar : ધી ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ 2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો