Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Big News : રાજ્યમાં 11 વર્ષથી ડમી ઉમેદવાર બેસાડવાનું આવી રીતે ચાલતું હતું Scam

01:03 AM Apr 15, 2023 | Viral Joshi

રાજ્યમાં વર્ષ 2012 થી 2023 દરમિયાન લેવામાં આવી રહેલી વિવિધ સરકારી ભરતીની તથા શૈક્ષણિક બોર્ડની પરિક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

પરીક્ષામાં બેસનારા ઉમેદવારની હોલ ટિકિટ અને આધારકાર્ડમાં ચેડાં કરી તેની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડવામાં આવતા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ જે નામ જાહેર કર્યાં હતા તેના આધાર પર તપાસ દરમિયાન કુલ 36 નામો ખુલ્યા છે. આ મામલે ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં 36 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગત તારીખ 5 એપ્રિલનાં રોજ ડમી ઉમેદવાર કાંડ વિશે ખુલાસો કર્યો હતો જેમાં 4 ડમી ઉમેદવારોના નામ સામે આવ્યા હતા જે મામલે સરકારે આપેલા તપાસના આદેશ બાદ વધું એક મોટો ખુલાસો થયો છે જેમાં ભાવનગર અને તળાજા પંથકના કુલ 36 ઉમેદવારોના નામ ખુલ્યા છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ડમી ઉમેદવારો બેસાડવાના આ કૌભાંડમાં સંડોવાયેલા 36 લોકો સામે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મુદ્દે ઉંડાણપૂર્વકની તપાસમાં વધુ નામ ખુલે તો નવાઈ નહી.

આ લોકો ડોક્યુમેન્ટ સાથે ચેડા કરીને ડમી ઉમેદવાર બેસાડતા
શરદકુમાર ભાનુશંકર પનોત
પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. કરશનભાઈ દવે
બળદેવભાઈ રમેશભાઈ રાઠોડ

કોને કેટલા પૈસા મળતા?
ઉપરોક્ત શરદ અને પ્રકાશ ડમી ઉમેદવાર બેસાડવાના રૂ. 5 લાખથી 10 લાખ લેતા હતા. જેમાંથી એડવાન્સ પેટે રૂ. 50 હજાર લેતા અને તેમાંથી રૂ. 25 હજાર જે વ્યકિત ડમી ઉમેદવાર તરીકે બેસતો હતો તેને ચુકવતા હતા. બાકીના રૂ. 25 હજારમાંથી રૂ. 10 હજાર બળદેવ રાઠોડને અને બાકીની રકમ તેઓ સરખે ભાગે વહેંચી લેતા.

કેવી રીતે શોધતા ડમી ઉમેદવારો
આ લોકો પરીક્ષા આપી શકે તેવા ડમી વિદ્યાર્થીઓ હોશિયાર છોકરાઓ હોય તો તેની સાથે ઓળખાણ કરી તેમને પૈસાની લાલચ આપી પરીક્ષામાં બેસવા તૈયાર કરતા હતા. પ્રકાશકુમાર ઉર્ફે પી.કે. કરશનભાઈ દવેની પુછપરછમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે શરદભાઈએ પરીક્ષા આપી શકે તેવા ડમી વિદ્યાર્થીઓ હોશિયાર છોકરાઓ હોય તો તેની સાથે ઓળખાણ કરાવવાનું કહેતા તેણે 2 છોકરાઓનો પરિચય કરાવ્યો હતો.

ડોક્યુમેન્ટ સાથે ચેડાં
ઉપરોક્ત શરદ અને પ્રકાશે બળદેવને શરદના લેપટોપમાં આશરે 70 થી 80 જેટલી જુદી-જુદી પરીક્ષાના ઉમેદવારો હોલટિકિટ તથા આધારકાર્ડના ફોટાઓને ડમી ઉમેદવાર ફોટા ફોટોશોપ દ્વારા બદલાવી બનાવટી હોલ ટિકિટ અને આધાર કાર્ડ બનાવવાનું કામ સોંપ્યું હતું અને તેના માટે તેને સરકારી નોકરીની લાલચ આપી હતી તથા ઉમેદવાર દીઠ રૂ. 10 હજાર આપતા હતા.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીને મોટો ફટકો, 10 કોર્પોરેટરો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.