Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bhavnagar: એએએ…ગઈ! જોત જોતામાં નદીનો તેજ પ્રવાહ કારને તાણી ગયો

06:32 PM Jul 11, 2024 | VIMAL PRAJAPATI

Bhavnagar: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, ભાવનગર (Bhavnagar)ના ઘોઘા પંથક (Ghogha Panthak)માં ભારે વરસાદ થયો છે. નોંધનીય છે કે, ભારે વરસાદ થતા નદીમાં પૂર આવી ગયું છે. અત્યારે નદીમાં પૂર આવતા લોકોને ભારે પરેશાનીઓ થઈ રહીં છે. પરંતુ આ દરમિયાન નદીના તેજ પ્રવાહમાં તણાઈ કાર હોવાનો વીડિયો વાયરલ થયો છે.

કોઝ વેમાં કાર તણાઈ હોવાનો વીડિયો અત્યારે સામે આવ્યો

મળતી વિગતો પ્રમાણે મોરચંદ ગામ પાસેના કોઝ વેમાં કાર તણાઈ હોવાનો વીડિયો અત્યારે સામે આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ખુશીની વાત તો એ છે કે, કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કાર તણાઈ જતા લોકોએ ભારે બૂમાબૂમ પણ કરી હતી. જો કે, દંપનીનો જીવ બચાવી લેવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ભારે વરસાદ થયો

ઉલ્લેખનીય છે કે, ભાવનગર (Bhavnagar) જિલ્લાના ઘોઘા (Ghogha) તાલુકામાં ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પણ અત્યારે પાણીનો ભારે પ્રવાહ શરૂ થઈ ગયો છે. જો વધારે વિગતે વાત કરવામાં આવતા, ઘોઘા તાલુકાના મોરચંદ ગામ પાસે આવેલ કોઝવેમાં એક કાર પણ તણાઈ છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે આ કારમાં પતિ-પત્ની સવાર હતા, જેવો કોઝવે ક્રોસ કરીને પાણીના પ્રવાહ વચ્ચેથી બાજુના ગામ તરફ જઈ રહ્યા હતા.

સ્થાનિક લોકોની મદદથી બંને દંપતીને બચાવી લેવામાં

નોંધનીય છે કે, કોઝ-વે પર પાણીના ભારે પ્રવાહના કારણે કાર તણાઈ હતી. તેમાં બંને દંપતી સવાર હતા જોકે રાહતની વાત એ છે કે સ્થાનિક લોકોની મદદથી બંને દંપતીને બચાવી લેવામાં આવ્યા. જેના કારણ લોકોને રાહત થઈ હતી. પરંતુ અત્યારે પણ લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે, આવા કોઝ-વે પર કે જ્યા પાણીનો પ્રવાહ વધારે હોય ત્યાથી પસાર થતા પહેલા સાવચેતી રાખવી અને ખાત્રી કર્યા બાદ જ કોઝ-વે પાર કરવો જોઈએ.

આ પણ વાંચો: Ahmedabad: કાચાપોચા હ્રદયના લોકો રહેજો દૂર! વાંદરા એક બાળકીને ચૂંથી નાખી

આ પણ વાંચો: VADODARA : નિઝામપુરામાં કાંસના ગરનાળાનો એક ભાગ બેસી ગયો

આ પણ વાંચો: Surat: એસટી બસે રાહદારીને લીધો અડફેટે, યુવકનું ઘટના સ્થળે જ મોત