Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Harani Lake Boat Tragedy મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો હુકમ, બે અધિકાર સામે કાર્યવાહીના આદેશ

10:44 PM Jul 09, 2024 | VIMAL PRAJAPATI

Harani Lake Boat Tragedy, Vadodara: ગુજરાતમાં થોડા મહિલાઓ પહેલા એક ગોઝારી દુર્ઘટના બની હતી. તેમાં કેટલાય બાળકોના અકાળે મોત થયા હતા. તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. અત્યારે વડોદરા (Vadodara) હરણી લેક બોટ દુર્ઘટના (Harani Lake Boat Tragedy) કાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવ્યો

નોંધનીય છે કે, આમાંથી એક અધિકારી નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે બીજા અધિકારી શિક્ષણ સચિવ તરીકે ફરજ બજાવે છે. ઉલ્લેખનીય છે કે, ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી સરકારે કટિબદ્ધતા બતાવી હતી. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર કટિબધ હોવાનું એડવોકેટ જનરલે નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા વખાણવા લાયક હુકમ કરવામાં આવ્યો છે.

12 જુલાઈએ આ કેસની થશે વધુ સુનાવણી

ઉલ્લેખનીય છે કે, મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન નહીં હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી પહેલા મળી નહોતી તેમ છતાંય કમિશનરે મંજૂરી આપી હોવાનું કોર્ટનું અવલોકન સામે આવ્યું છે. આ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું પણ કોર્ટનું અવલોકન છે. આ બંને અધિકારીઓ સામે GAD વિભાગ કાર્યવાહી કરશે તેવું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કાર્યવાહી અંગેનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવાનો રહેશે તેવો પણ કોર્ડ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ સાથે વધારે વિગતે વાત કરવામાં આવે તો, 12 જુલાઈએ આ કેસની વધુ સુનાવણી થશે.  ઉલ્લેખનીય છે કે, કેટલાય સમયથી ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો.

આ પણ વાંચો: Gujarat: આજે રાત્રે અમદાવાદમાં થશે ભારે વરસાદ, હવામાન જ્યોતિષ અંબાલાલની આગાહી

આ પણ વાંચો: Gondal: એક-બે નહીં પણ આઠ વેપારીઓ સાથે છેતરપિંડી! રૂપિયા 18.84 કરોડની ઠગાઈ કરી ગઠિયો ફરાર

આ પણ વાંચો: Dabhoi સબ રજીસ્ટારની કચેરી ડભોઈની ઘોર બેદરકારી સામે આવી, આના માટે જવાબદાર કોણ?