Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શાબાશ! Gaikwad Haveli Police Station, રથયાત્રાનો સંપૂર્ણ બંદોબસ્ત બનાવ્યો પેપર લેસ

04:38 PM Jul 08, 2024 | VIMAL PRAJAPATI

Gaikwad Haveli Police Station, Ahmedabad: અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવ્યા હતા. શહેર પોલીસ અને સાથે સાથે અમદાવાદ કોર્પોરેશન છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી સમગ્ર રૂટ અંગે તૈયારીઓ કરી રહ્યા હતા. આ તૈયારી દરમિયાન ધાબા પોઇન્ટ અને સાથે જર્જરિત મકાનો અંગે માહિતી એકત્રિત કરી હતી. જેમાં પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત બંદોબસ્ત પર હાજર રહેનાર કર્મચારીઓને માહિતી આપવાની હતી.

માત્ર 10 દિવસમાં આ એપ્લિકેશન બનાવી

અમદાવાદ શહેરના ગાયકવાડ પોલિસ સ્ટેશનના પીઆઇ એચ.વી. ધંધુકિયા અને રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ બી.બી. જાડેજા દ્વારા એક એપ્લીકેશન બનાવી હતી. રથયાત્રાના 10 દિવસ પહેલા બંને પીઆઇ ને એક વિચાર આવ્યો કે આ રથયાત્રામાં પેપર લેસ બંદોબસ્ત અને સાથે સમય બચે તે હેતુથી માત્ર 10 દિવસમાં આ એપ્લિકેશન બનાવી હતી.

2400 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 2400 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં લગભગ 230 જેટલા પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા હતા. આ બંદોબસ્તમાં હોમગાર્ડ થી લઈને DIG કક્ષાના અધિકારીઓને આ એપ્લિકેશનના માધ્યમથી ફરજ પરની જગ્યા અને તમામ વ્યવસ્થાઓ મૂકવામાં આવી હતી. આ એપ્લિકેશનમાં ફરજ પરના તમામ અધિકારીઓના મોબાઇલ નંબર અને તેમને ફાળવવામાં આવેલા પોઇન્ટ અંગે વિગતો અને લોકેશન મૂકવામાં આવ્યા હતા. આ એપ્લિકેશનની મદદથી રથયાત્રાના લગભગ 3 કિલોમીટર વિસ્તારમાં સંપૂર્ણ બંદોબસ્ત પેપર લેસ ગોઠવવામાં આવ્યો હતો અને તેનો ફાયદો આ 2400 પોલીસ કમીઓને થયો હતો.

બંદોબસ્ત અંગે તમામ જગ્યા પર જઈને ડેટા સ્ટોર કર્યો

રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ બી.બી. જાડેજા સોફ્ટવેર એન્જિનિયર છે અને સાથે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એચ.વી. ધંધુકિયાને ડેટા સેવા કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમણે તમામ લોકેશન અને વ્યવસ્થાના ભાગરૂપે બંદોબસ્ત અંગે તમામ જગ્યા પર જઈને ડેટા સ્ટોર કર્યો હતો. જો આ એપ્લિકેશનનો ઉપયોગ આગામી શહેરમાં મોટા બંદોબસ્ત અંગે ઉપયોગ કરવામાં આવે તો તમામ મોટા બંદોબસ્ત પેપર લેસ થઈ શકે અને સાથે ટેકનોલોજીનો પણ ખૂબ સારો ઉપયોગ થઈ શકે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો બ્રિફિંગ અને પણ સમય બચી શકે.

અહેવાલઃ પ્રદિપ કચિયા, અમદાવાદ

આ પણ વાંચો: Ahmedabad : ‘જનેતાને શર્મસાર કરે તેવી ઘટના’ અંગત સ્વાર્થ માટે પોતાની જ દીકરીનું ગળું કાપી નાખ્યું

આ પણ વાંચો: Gujarat Politics : CM બનાવવાની માગ મુદ્દે કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા, શક્તિસિંહ ગોહિલે પણ કહી આ વાત

આ પણ વાંચો: Surat : શહેર સાથે અન્યાયનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું : સાંસદ ગોવિંદ ધોળકિયા