Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SURAT : BULLET TRAIN નો સામાન ચોરતી ગેંગ ઝડપાઈ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

11:00 PM Jul 07, 2024 | Harsh Bhatt

સુરતના ઓલપાડના કીમામલી ગામે ચાલી રહેલ BULLET TRAIN પ્રોજેક્ટમાંથી અંધારાનો લાભ લઇ લોખંડના સળિયાની એંગ્લો તેમજ પ્લેટોની ચોરી કરતી ગેંગને કોસંબા પોલીસે ઝડપી લીધી હતી અને ચોરી કરેલ લોખંડના સળિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

BULLET TRAIN પ્રોજેક્ટમાંથી લોખંડના સળિયા સહિતના મટિરિયલની ચોરી થતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ BULLET TRAIN ની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વપરાતા મટિરિયલ ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી.ઓલપાડના કીમામલી ગામે ચાલી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માંથી છેલ્લા કેટલાક દિવસોથી લોખંડના સળિયા સહિતના મટિરિયલ ચોરી થતી હતી, જે ફરિયાદ પોલીસને મળતા પોલીસે તસ્કરોને ઝડપવા બાતમીદારોને કામે લગાડી દીધા હતા. તે દરમિયાન કોસંબા પોલીસને બાતમી મળી હતી કે કિમામલી ગામે BULLET TRAIN પ્રોજેક્ટ પર ચોરી કરતી ગેંગ ચોરીનો મુદ્દામાલ લઇને કોસંબા તરફ આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી અને 8 ઇસમોને લોખંડના સળિયા,લોખંડની પ્લેટો તેમજ ચાર બાઈક,પાંચ મોબાઈલ ,રોકડ મળી કુલ 4.6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અંતે ચોર ઝડપાયા

ઝડપાયેલ તસ્કરોની પૂછપરછમાં તેઓને કબૂલ્યું હતું કે, ઓલપાડના કીમામલી ગામે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અંધારાનો લાભ લઈ નાના મોટા લોખંડ અને પ્લેટની ચોરી કરતા હતા. કોસંબા પોલીસે આગળની કાર્યવાહી માટે આરોપીઓનો કબજો કીમ પોલીસને સોંપ્યો હતો. કીમ પોલીસે છેલ્લા કેટલાક સમયથી આ આરોપીઓ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચોરી કરી રહ્યા છે,ચોરીનો ભંગાર ક્યાં વેચી રહ્યા છે,અન્ય કોણ કોણ સામેલ છે ? એ દિશામાં તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : Rath Yatra : નિજ મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથનું અમી છાંટણા સાથે થયું ભવ્ય સ્વાગત