Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાજપના ચાણક્ય Amit Shah એ જણાવી પોતાની દાઢીની રસપ્રદ કહાની

08:05 PM Jul 07, 2024 | VIMAL PRAJAPATI

Amit Shah: ભારતીય રાજકારણની ચાણક્ય ગણાતા અમિત શાહ અત્યારે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા છે. અત્યારે તેમણે એક સભારંભમાં પોતાના વિશે વાત કરતા ઘણી વાતો જમાવી હતી. આજે વહેલી સવારે જગન્નાથ મંદિરે પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે પહોંચા હતા. મંદિરમાં તેમણે મંગળા આરતી પણ કરી હતી. અહીં એક કાર્યક્રમ દરમિયાન અમિત શાહ (Amit Shah)માં પોતાના વ્યક્તિગત જીવન વિશે વાત કરી છે. અહીં તેમણે સભાને સંબોધન કરતા તેમના શિક્ષક વિશે વાત કરી હતી.

હંમેશા હું આવી જ દાઢી રાખતો હતો

પોતાની દાઢી વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘હું નાનપણથી ક્લિન સેવ કરતો જ નહોતો. હંમેશા હું આવી જ દાઢી રાખતો હતો.’ પોતાના શિક્ષક વિશે વાત કરતા કહ્યું કે, નટુભાઈ ખુબ જ કડક હતા. હું દાઢી નહોતો કરતો કરતો એટલે મને શિક્ષા કરતા હતા. તેમણે મને ઘણી વખત દાઢી કરાવવાનું કહ્યું હતું. મને નટુભાઈ અને ગિલ સાહેબે મને કહ્યું હતું કે, ‘તું સરદાર નથી, તો તારે દાઢી કરાવીને આવવું જોઈએ. મને આ બાબતે ઘણી વાર સજા મળતી હતી.’

મને તો આ બાબતે ઘણી વાર સજા મળતી

પોતાના સંબોધનમાં અમિત શાહે પોતાની દાઢી વાત કરતા કહ્યું કે, ‘હું દાઢી કરૂ તો માટે રોજ 20 મિનિટથી વધારે સમય બગડતો હતો એટલે હું દાઢી નહોતો કરાવતો.’ મને તો આ બાબતે ઘણી વાર સજા મળતી રહી છે. નોંધનીય છે કે, અમિત શાહે પોતાના વ્યક્તિગત જીવન વિશે વાત કરતા ઘણી વિગતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, દાઢી ના કરૂ એટલે રોજ મને ગુજરાત કોલેજના રાઉન્ડ મરાવવાની સજા મળતી હતી.

આ પણ વાંચો: Saputama ઘાટમાં લક્ઝરી બસ ખીણમાં ખાબકી, 70 જેટલા પ્રવાસીઓ…

આ પણ વાંચો: Botad : અષાઢી બીજ પર્વે કષ્ટભંજન હનુમાનજીને 500 કિલો જાંબુના અન્નકૂટ સાથે વિશેષ શણગાર

આ પણ વાંચો: Rathyatra2024: કેન્દ્રીય ગૃહમંત્રી Amit shah એ કરી ભગવાન જગન્નાથની મંગળા આરતી