Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot પાસે પીપળીયામાંથી નકલી શાળા પકડાઇ…

02:41 PM Jul 05, 2024 | Vipul Pandya

Fake school : રાજ્યમાં નકલી અધિકારી, નકલી કચેરી હવે નકલી શાળા પકડાતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ જિલ્લાના માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા (Fake school ) પકડાતા ઉત્તેજના છવાઇ ગઇ છે. આ શાળા છેલ્લા 7 વર્ષથી ચાલતી હતી અને કોઇ પણ પ્રકારની માન્યતા વગર જ કાર્યરત હતી અને નવાઇની વાત એ છે કે હજી સુધી તંત્રના ધ્યાનમાં આવ્યું જ ન હતું.

શાળા કોઇપણ પ્રકારની માન્યતા વગર ધમધમતી હતી

રાજકોટના પીપળીયામાંથી નકલી શાળા પકડાઇ છે. આ શાળા કોઇપણ પ્રકારની માન્યતા વગર ધમધમતી હતી. આખરે પીપળીયાની ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા સીલ કરાઇ છે. સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ ક્લાસિસના નામે 1 થી 10 ની શાળા ચાલતી હતી. નકલી શાળા હોવાનું ધ્યાનમાં આવતા ભારે હોબાળો મચ્યો હતો અને મામલો કુવાડવા પોલીસ મથકે પહોંચ્યો હતો.

ગેરકાયદે ધંધાર્થીઓ ખોટી અરજીઓ કરે છે

બીજી તરફ શાળાના સંચાલકોએ કહ્યું હતું કે શાળાની પાસેના ગેરકાયદે ધંધાર્થીઓ ખોટી અરજીઓ કરે છે. તેઓ પ્રી પ્રાયમરી સ્કૂલ અને ક્લાસિસ ચલાવે છે. તેઓ છેલ્લા 7 વર્ષથી સ્કૂલ ચલાવે છે.

શિક્ષણ વિભાગનો લૂલો બચાવ

ઘટના અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ કહ્યું કે પીપળીયા ગામે ગેરકાયદેસર રીતે ગૌરી નામથી ચાલતી શાળાને સીલ કરાઈ છે. શાળામાંથી ધોરણ 1 થી 10 સુધી વિદ્યાર્થીઓ મળી આવ્યા છે અને કુલ 33 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરતા હતા. તેમણે કહ્યું કે રોડ થી અંદર શાળા હોવાથી ધ્યાને આવી ન હતી. આ શાળાના તમામ વિદ્યાર્થીને સરકારી શાળામાં ટ્રાન્સફર કરાશે. હવે અમારા ધ્યાનમાં આવતા ફરિયાદ દાખલ કરાવીશું. શાળામાં 7 જેટલા ગેરકાયદેસર એલસી કબજે કરાયા હતા.

આ પણ વાંચો— VADODARA : નર્સને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર ડોક્ટર ઝબ્બે

આ પણ વાંચો— Bhavnagar: આંબલા ગામે બાળકો રમતા રમતા મિક્સરમાં આવી જતા મોત