Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Breaking News : ગુજરાતના વધુ એક અધિકારી ઘરભેગા…

01:14 PM Jul 05, 2024 | Vipul Pandya

Breaking News : ભ્રષ્ટ અધિકારીઓ સામે CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં છે. મળી રહેલા તાજા સમાચાર (Breaking News) મુજબ આજે વધુ એક અધિકારીને તાત્કાલિક અસરથી ઘરભેગા કરાયા છે. GAS એસ.જે. પંડ્યા અપરિપક્વ નિવૃત્ત જાહેર કરાતા ખળભળાટ મચી ગયો છે. એસ.જે. પંડ્યા સામે 4 ચાર્જશીટ થઇ હતી અને દાહોદમાં FIR થઈ હતી.

એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા

ગુજરાત સરકાર દ્વારા અત્યારે આકરા પગલાઓ લેવાઈ રહ્યા છે. ગઇ કાલે એક સાથે ત્રણ પીઆઇ ફરજિયાત નિવૃત્તિના આદેશ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. હથિયારી PI એફએમ કુરેશી, ડી.ડી ચાવડા અને આર.આર બંસલને ફરજિયાત નિવૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. જેને લઈને તેમના પર કાર્યવાહી હાથ ધરવામાં છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી હતી. એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી હતી. જેને લઈને તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહીં હતી. એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.

GAS એસ.જે. પંડ્યા અપરિપક્વ નિવૃત્ત જાહેર

આજે GAS એસ.જે. પંડ્યા અપરિપક્વ નિવૃત્ત જાહેર કરાતા ખળભળાટ મચી ગયો છે. એસ.જે. પંડ્યા સામે 4 ચાર્જશીટ થઇ હતી અને દાહોદમાં FIR થઈ હતી.

આ પણ વાંચો– Gujarat: ભ્રષ્ટ અધિકારીઓ પર દાદાનો દંડો, એક સાથે ત્રણ PI ને ફરજિયાત નિવૃત્તિના આદેશ

આ પણ વાંચો— Salangpur : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શું આપ્યો સંકેત….?