Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rath Yatra : આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ

10:02 AM Jul 05, 2024 | Vipul Pandya

Rath Yatra : અમદાવાદમાં આગામી 7 જુલાઇએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા (Rath Yatra)નીકળશે. રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં યોજવામાં આવી છે. મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી.

 ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ

ભગવાન જગન્નાથજી સરસપુરમાં મોસાળમાં હતા અને મોસાળમાંથી ભગવાન આજે નિજ મંદિરમાં પરત ફર્યા હતા. રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.

રત્નવેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવશે

નેત્રોત્સવ બાદ રથયાત્રાના દિવસે ભગવાનની આંખ પરથી પાટા ખોલાશે અને નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાશે, ભગવાન મામાના ઘરેથી પરત ફરે ત્યારે તેમને આંખો આવી જવાની લોકવાયકા રહેલી છે, જેથી ભગવાનને આંખે પાટા બાંધવાની છે પરંપરા છે. નિજ મંદિરમાં પરત ફર્યા બાદ રત્નવેદી પર પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

આજે ભંડારામાં કાળી રોટી સફેદ દાળનું મહત્વ

બીજી તરફ ભગવાન જગન્નાથ મંદિરમાં ભંડારાનું પણ આજે વિશેષ મહત્વ છે. દેશભરમાંથી સાધુ સંતો રથયાત્રા માટે જગન્નાથ મંદિરમાં આવ્યા છે. આજે ભંડારામાં કાળી રોટી સફેદ દાળનું મહત્વ છે. આજે 20,000 સંતો અને ભાવિક ભક્તો માટે ભંડારો કરાયો છે જેમાં ચણા અને બટાકાનું શાક 5-5 હજાર કિલો તૈયાર કરાયું છે જ્યારે દૂધપાક 10000 લીટર, કઢી 10000 લીટર, 3000 કિલો લોટના માલપુઆ અને 1000 કિલો લોટની પૂરી અને 1000 કિલો ભાત તથા ભજીયા 3000 કિલો તૈયાર કરાયા છે.

આ પણ વાંચો—- Jagannath Yatra 2024: જગન્નાથ મંદિર અને યાત્રામાં કેમ અવિવાહિત યુગલો નહીં આવતા, શું રહસ્ય છુપાયેલું છે પુરાણોમાં?