Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Heavy Rain : સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભયાનક…..

08:34 AM Jul 02, 2024 | Vipul Pandya

Heavy Rain : રાજ્યમાં મેઘરાજાએ રીતસર રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે ( Heavy Rain) વરસાદ થતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. જૂનાગઢમાં ગત રાત્રીએ મેઘરાજાએ રૌદ્ર સ્વરુપ ધારણ કરતાં લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. દામોદર કુંડ , નરસિંહ કુંડ અને વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ જૂનાગઢના રસ્તાઓ પર વહેવા માંડ્યો હતો. બીજી તરફ હજું પણ આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના 8 જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર

રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ દક્ષિણ અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેથી કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ તથાં જૂનાગઢ, સૂરત, નવસારી, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. વીતેલા 22 કલાકમાં રાજ્યમાં 250 તાલુકાઓમાં મેઘરાજાની મહેર થઇ છે. આજે રાજ્યના 8 જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

દામોદર કુંડ, નરસિંહ મહેતા સરોવર, વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો

જૂનાગઢમાં અતિ ભારે વરસાદ થયો છે જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. જૂનાગઢમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દામોદર કુંડ, નરસિંહ મહેતા સરોવર, વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના પગલે સરદાર બાગ નજીકની સોસાયટીમાં પાણી ઘુસ્યું હતું, મેઘરાજાના રૌદ્ર સ્વરુપથી લોકોના શ્વાસ ફરી એક વાર અદ્ધર થઇ ગયા હતા. જૂનાગઢ જિલ્લાની માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળામાં આજે રજા જાહેર કરાઇ છે. ભારે વરસાદના પગલે જૂનાગઢની દૂધધારા પરિક્રમા રદ કરાઇ છે.

બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર

જૂનાગઢ જિલ્લાના 8 ડેમ ઓવરફ્લો થયો છે જ્યારે નર્મદા ડેમ 51.44 ટકા ભરાયો છે. જે રીતે મેઘરાજા વરસી રહ્યા છે તે જોતાં જૂન મહિનામાં વરસાદની ઘટ જુલાઈ મહિનામાં પૂરી થશે એવુ લાગી રહ્યું છે. આજે બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

શાળા-કોલેજોમાં રજા જાહેર

વીતેલા 22 કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે જેથી આ વિસ્તારોમાં વહીવટીતંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. નવસારીમાં પણ ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. વલસાડ જીલ્લામાં પણ ભારે વરસાદ અને આગાહીના કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઇ છે.

આ પણ વાંચો—- Heavy Rain Update: મેઘરાજા થશે કોપાયમાન, કચ્છમાં ભારે વરસાદની આગાહી