Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

K.K ને મળશે આ મહત્વની જવાબદારી….!

11:47 AM Jul 01, 2024 | Vipul Pandya

K.K : ગુજરાતના સૌથી શક્તિશાળી અધિકારી કુનિયલ કૈલાશનાથન (K.K ) એ શનિવારે મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) માંથી મુખ્ય અગ્ર સચિવના પદ પરથી નિવૃત્તિ લીધી છે. તેમના ગૌરવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2006માં તેઓ સીએમઓમાં નિયુક્ત થયા હતા અને 18 વર્ષ પછી તેઓ પોતે ખુદ ત્યાંથી નિવૃત્ત થયા હતા. આમ તો તેઓ 2013માં નોકરીમાંથી નિવૃત્ત થયા હતા પરંતુ તેમની સેવામાં સતત વધારો આપવામાં આવ્યો હતો. 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ગયા પછી કે.કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની આંખ અને કાન કહેવાતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં ત્રણ મુખ્યમંત્રી બન્યા છે પરંતુ કે.કે દરેક માટે અનિવાર્ય બની રહ્યા હતા. તેઓ રાજ્યમાં મુખ્ય સચિવ કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવતા હતા .અત્યારે તેઓ નિવૃત્ત થઈ ગયા છે ત્યારે પણ તેમના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને કોઈ મોટા કામ માટે મોકલવામાં આવશે.

કે.કે કોણ છે

72 વર્ષીય કે.કે મૂળ કેરળના છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રીમાં પીજી કર્યું છે અને તેઓ 1979 બેચના આઈએએસ અધિકારી છે. ગુજરાતમાં તેમની પ્રથમ પોસ્ટિંગ સુરેન્દ્રનગર જિલ્લામાં ડીએમ તરીકે હતી. જે બાદ સુરત ગયા હતા. ત્યારથી, તેમણે રાજ્યના વિવિધ વિભાગો, બોર્ડ અને નિગમોમાં લગભગ 45 વર્ષ સેવા આપી. 1994-95માં તેઓ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હતા.

રેકોર્ડ સમયમાં રાસ્કા પ્રોજેક્ટ પૂર્ણ કર્યો

1999-2001માં, જ્યારે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર હતા, ત્યારે તેમણે રાસ્કા પ્રોજેક્ટ દ્વારા શહેરમાં કટોકટીની સ્થિતિમાં પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે રેકોર્ડ સમયમાં રાસ્કા પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. શહેરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની અને 43 કિમી લાંબી પાઇપલાઇન નિયત સમયગાળામાં બિછાવીને પાણીની કટોકટીનો કાયમી ઉકેલ પૂરો પાડવાનું તેમનું વિઝન હતું. 2001 ના અંતમાં, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા અને ટૂંક સમયમાં કે.કે તેમની નજરમાં આવ્યા. 2006માં કે.કે.ની સીએમઓ ઓફિસમાં નિમણૂક થઈ હતી. 2013માં તેઓ સીએમઓમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્ત થયા હતા પરંતુ મોદી સરકારે તેમના માટે ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીનું પદ બનાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે 11 વર્ષના આ સમયગાળા દરમિયાન તેમની સેવામાં સતત વધારો થયો હતો. તેઓ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પ્રોજેક્ટ જેમ કે ગિફ્ટ સિટી, નર્મદા પ્રોજેક્ટ અને હવે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની જવાબદારી સંભાળી રહ્યા છે.

નવી ભૂમિકા શું હશે?

ગુજરાતમાંથી કે.કેની નિવૃત્તિ બાદ હવે તેમને મોટી ભૂમિકા આપવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. એવી અટકળો છે કે તેમને કેન્દ્રમાં મોટી ભૂમિકા આપવામાં આવી શકે છે. તેમને પીએમઓમાં સ્થાન મળી શકે છે અથવા રાજ્યપાલ અથવા લેફ્ટનન્ટ ગવર્નર બનાવી શકાય છે. મીડિયા અહેવાલોમાં એવી અટકળો છે કે તેમને તેમના ગૃહ રાજ્ય કેરળના રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે કારણ કે ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રાજ્યમાં તેની શક્યતાઓ શોધી રહી છે.

આ પણ વાંચો—- K. Kailashnathan : વિશ્વાસુ, પરિશ્રમી અને વિઝનરી ઓફિસર તરીકે જાણીતા, PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટ્સમાં ભજવી મહત્ત્વની ભૂમિકા