Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આગામી ત્રણ કલાકમાં Ahmedabad ભારે વરસાદની આગાહી, 60 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન

02:41 PM Jun 30, 2024 | VIMAL PRAJAPATI

Ahmedabad Heavy Rains Update: અમદાવાદમાં અત્યારે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે હજી આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે આણંદ, ખેડા,ભરૂચ અને સુરતમાં પણ ભારેની આગાહી કરી લેવામાં આવી છે. ત્યાર બાદ અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો, નર્મદા, ભાવનગર, મોરબી અને બોટાદમાં આગાહી કરવામાં આવી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે થશે ધોધમાર વરસાદ

નોંધનીય છે કે, ગજવીજ સાથે 40થી 60 કિમી ઝડપે પવન ફૂંકાશે. આ સાથે રાજ્યના અન્ય જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આગામી ત્રણ કલાક શહેરવાસીઓ માટે ભારે રહેવાના છે. કારણ કે, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થવાનો છે અને આ સાથે સાથે 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે.

વરસાદ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ થયો છે. મળતી વિગતો પ્રમાણે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ થતા લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોપલ અને શેલામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. આ સાથે સાથે એસજી હાઈવે આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ધોધમાર વરસાદ થયા લોકોએ વરસાદની મજા માણી હતી. મહત્વની વાત એ છે કે, ભારે વરસાદથી વિઝિબિલિટી ઝીરો થઈ હતી અને વાહચાલકો હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખવા મજબૂર બન્યા હતાં.

ભારે વરસાદથી વિઝિબિલિટી ઝીરો થઈ હતી

મળતી જાણકારી પ્રમાણે અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ઇનરાધાર વરસાદ આવ્યો છે. નોંધનીય છે કે, ધોધનાર વરસાદથી લોકોમા હરખની હેલી જોવા મળી. ધોધમાર વરસદાથી હાઈવે પર જોવાની ક્ષમતા ઘટી ગઈ હતી. કારણ કે, ભારે વરસાદથી વિઝિબિલિટી ઝીરો થઈ હતી . જેથી વાહન ચાલકો હેડલાઈટ અનો પાર્કિંગ લાઈટ ચાલુ કરી વાહન હંતાકવા મજબૂર જોવા મળ્યા.

 

આ પણ વાંચો: Ahmedabad: મન મૂકીને ધોરમાર વરસ્યા મેઘરાજા, ચોમાસાની સિઝનમાં મેગાસિટીમાં ભૂવારાજ

આ પણ વાંચો: Surat: ચાલુ પ્રસંગ દરમિયાન પીઓપી સ્ટ્રક્ચર તૂટી પડતા ચાર લોકો ઇજાગ્રસ્ત

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, દરિયો ન ખેડવા માછીમારોને સૂચના